શોધખોળ કરો

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ,  સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

બંનેએ સત્તાવાર રીતે આ અંગે કોઈ વાત કરી નથી કે કોઈ જાહેરાત કરી નથી પણ સૂત્રોએ દાવો કર્યો છે કે, બંનેનાં નવ મહિના પહેલાં જ તલાક થઈ ગયા હતા.

મુંબઈઃ લોકપ્રિય ટીવી કપલ આમિર અલી તથા સંજીદા શેખના તલાક થઈ ગયાં છે. આમિર અલી તથા સંજીદા શેખે 2012માં લગ્ન કર્યા હતા. નવ વર્ષના લગ્નજીવન બાદ હવે બંનેના ડિવોર્સ થઈ ગયા છે. બંનેએ સત્તાવાર રીતે આ અંગે કોઈ વાત કરી નથી કે કોઈ જાહેરાત કરી નથી પણ સૂત્રોએ દાવો કર્યો છે કે, બંનેનાં નવ મહિના પહેલાં જ તલાક થઈ ગયા હતા. સંજીદા શેખ અમદાવાદના મુસ્લિમ પરિવારની છે પણ તેનો જન્મ કુવૈત સિટીમાં થયો હતો.

સૂત્રોના મતે,  2020થી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને બંને અલગ જ રહેતા હતા. આમિર-સંજીદા સરોગસીની મદદથી દીકરી આયરાનાં માતાપિતા  બન્યા હતા. આ દીકરી બે વર્ષની છે અને સંજીદા શેખ સાથે જ રહેશે.

સંજીદા તથા આમિર 2007માં 'નચ બલિયે 3'માં સાથે જોવા મળ્યા હતા. આ શોમાં તેઓ વિનર રહ્યા હતા. ફાઇનલમાં તેમણે કાશ્મીરા શાહ-કૃષ્ણા અભિષેક, રાખી સાવંત-અભિષેક અવસ્થીને હરાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવ મહિના પહેલાં આમિર તથા સંજીદાએ તલાક લઈ લીધા હતા અને હવે બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંને પોતાની પ્રાઈવસી જાળવવા માગે તેથી જ તલાક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવા  માગતાં નથી.

સંજીદા શેખે પોતાના તલાકના અહેવાલ અંગે મીડિયામાં માત્ર એટલું જ કહ્યું હતું કે, તેની દીકરી તેના પર ગર્વ કરે તેમ તે ઈચ્છે છે. આમીર  અલીએ એમ કહ્યું હતું કે.  સંજીદાને જીવનમાં ખુશીઓ મળે તેવી પોતે પ્રાર્થના કરે છે. સંજીદાને બે વર્ષીય દીકરી આયરાની કસ્ટડી મળી છે.

સંજીદા શેખ છેલ્લે હોરર ફિલ્મ 'કાલી ખુહી'માં અને આમિર 2020માં 'બ્લેક વિડોઝ'માં જોવા મળ્યો હતો. સંજીદા તથા આમિર મ્યૂઝિક વીડિયોમાં વધુ જોવા મળે છે. સંજીદાનો પરિવાર મૂળ અમદાવાદનો છે અને એક્ટ્રેસનો જન્મ કુવૈતમાં થયો છે. સંજીદાએ 'ક્યા હોગા નિમ્મો કા'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ

શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી

સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે

છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા

વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે

Embed widget