શોધખોળ કરો
હોમસ્પોર્ટ્સઈંગ્લેન્ડ 58માં ઓલઆઉટ પણ આ તેનો લોએસ્ટ સ્કોર નથી, જાણો ટેસ્ટ ક્રિકેટ રમતા દરેક દેશનો લોએસ્ટ સ્કોર
ઈંગ્લેન્ડ 58માં ઓલઆઉટ પણ આ તેનો લોએસ્ટ સ્કોર નથી, જાણો ટેસ્ટ ક્રિકેટ રમતા દરેક દેશનો લોએસ્ટ સ્કોર
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 22 Mar 2018 12:03 PM (IST)
1/11

ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર 73 રન છે. એપ્રિલ 2006માં શ્રીલંકાના કેનડીમાં રમાયેલી મેચમાં યજમાન ટીમ પાકિસ્તાન સામે બીજી ઇનિંગમાં 24.5 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
2/11

ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશનો સૌથી ઓછો સ્કોર 62 રન છે. જુલાઈ 2007માં શ્રીલંકા સામે કોલંબોમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 25.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુરલીધરન અને મલિંગાએ 4-4 વિકેટ લીધી હતી.
3/11

ટેસ્ટ ક્રિકેટમાં ઝિમ્બાબ્વેનો સૌથી ઓછો સ્કોર 54 રન છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની 1737મી મેચમાં ઝિમ્બાબ્વેની પ્રથમ સાઉથ આફ્રિકા સામે પ્રથમ ઇનિંગમાં ફક્ત 54 રન જ કરી શકી હતી. માર્ચ 2005માં કેપટાઉનમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેનો એક જ ખેલાડી બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો હતો. કાલીસે 4 તથા પોલોક-એન્ટિનીએ 3-3 વિકેટ ખેરવી હતી.
4/11

પાકિસ્તાનનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 49 રન છે. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની 2072મી મેચમાં પાકિસ્તાનની ટીમે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. 2013ના ફેબ્રુઆરી મહિનામાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગમાં 29.1 ઓવરમાં જ 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની મિસબાહ ઉલ હક અને અઝહર અલી જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. સ્ટેને 6 વિકેટ લીધી છે.
5/11

સતત બે વન-ડે વર્લ્ડ કપ જીતનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સૌથી ઓછો સ્કોર 47 રન છે. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની 1687મી મેચમાં કેરેબિયન ટીમે આ રેકોર્ડ નોંધાવ્યો હતો. 2004ના માર્ચ મહિનામાં કિંગસ્ટનમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 47 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. ગેલ, લારા, સરવન, ચંદ્રપોલ જેવા ધુરંધરો આ ટીમમાં હોવા છતાં કંઇ ખાસ કરી શક્યા નહોતા.
6/11

ક્રિકેટની શોધ કરનાર ઇંગ્લેન્ડનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 45 રન છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની 25મી મેચમાં ઇંગ્લેન્ડે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. 1887માં સિડનીમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં લોહમાને સર્વાધિક 17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટર્નરે 6 અને પેરિસે 4 વિકેટ લીધી હતી.
7/11

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 42 રન છે. 1974માં લંડનમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટની ચોથી ઇનિંગમાં ભારતની ટીમ માત્ર 42 રનમાં જ ખખડી ગઈ હતી. ભારત વતી ઇડી સોલકરે 18 રનનું યોગદાન આપ્યું હતું. સ્પીનર ભાગવત ચંદ્રશેખર આ મેચમાં ઇજાગ્રસ્ત હોવાથી બેટિંગમાં આવ્યા નહોતા. ઇંગ્લેન્ડ વતી આર્નોડે 4 અને ઓલ્ડે 5 વિકેટ લીધી હતી.
8/11

ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા નંબરનો સૌથી ઓછો સ્કોર ઓસ્ટ્રેલિયાના નામે છે. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે 1902માં મે મહિનામાં રમાયેલી ટેસ્ટ ક્રિકેટની 70મી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચની બીજી ઇનિંગમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 36 રનમાંથી ઓપનર ટ્રમ્પરે જ 18 રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગમાં રોડ્સે 7 વિકેટ લીધી હતી.
9/11

ટેસ્ટ ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી ઓછો સ્કોર સાઉથ આફ્રિકાના નામે છે. પોર્ટ એલિઝાબેથમાં ઈંગ્લેન્ડ સામે 1896માં ફેબ્રુઆરીમાં રમાયેલી ટેસ્ટ ક્રિકેટની 47મી મેચમાં સાઉથ આફ્રિકાએ મેચની ચોથી ઇનિંગમાં 30 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આફ્રિકાની ટીમનો માત્ર એક જ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યો હતો. આફ્રિકાની ઇનિંગ 18.4 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ વતી લોહમાન 8 વિકેટ લીધી હતી.
10/11

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર ન્યૂઝિલેન્ડ નામે છે. ઓકલેન્ડમાં માર્ચ 1955માં ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડે ટેસ્ટ ક્રિકેટનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂઝિલેન્ડે ટેસ્ટ ક્રિકેટની 402મી મેચમાં ઈંગ્લેન્ડ સામે ઓકલેન્ડમાં બીજી ઇનિંગમાં માત્ર 26 રન જ ઓલઆઉટ થઈ ગયું હતું. તે મેચની ન્યૂઝિલેન્ડની બીજી ઇનિંગમાં 5 ખેલાડીઓ 0 રને આઉટ થયા હતા. જ્યારે ત્રણ ક્રિકેટરે 1 રન બનાવ્યો હતો. કિવી ટીમની બીજી ઇનિંગ માત્ર 27 ઓવરમાં જ સમેટાઇ ગઇ હતી.
11/11

નવી દિલ્હીઃ ઓકલેન્ડમાં આજથી શરૂ થયેલી ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રવાસી ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 20.4 ઓવરમાં 58 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડનો ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઓછો સ્કોર નથી.
Published at : 22 Mar 2018 12:03 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
સ્પોર્ટ્સ
FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં
સ્પોર્ટ્સ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ટ્રેન્ડિંગ સમાચાર






















