કોહલી-ધોનીની ગેરહાજરીઃ ટીમ ઈન્ડિયાને આ મેચમાં કોહલી અને ધોનીની ગેરહાજરી સ્પષ્ટ વર્તાઇ હતી. કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી તે સીરિઝની બાકીની મેચો નથી રમવાનો. જ્યારે ધોની અનફિટ હોવાના કારણે ટીમમાં નહોતો. ધોની ઘણી વખત ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં 3 થી 4 વિકેટ ગુમાવ્યા બાદ સન્માનજક સ્કોર સુધી લઈ જવામાં સફળ રહ્યો છે.
2/4
સ્વિંગ અને ફાસ્ટ બોલર્સનો સામનો કરવાની નબળાઈ ફરી આવે સામીઃ 92 રનના સ્કોરમાં આઉટ થઇ ગયેલી ટીમ ઈન્ડિયાની સ્વિંગ અને ફાસ્ટ બોલર્સ સામે રમવાની નબળાઇ ફરી સામે આવી હતી. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો યજમાન ટીમના બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ અને ગ્રાન્ડહોમનો સામનો કરી શક્યા નહોતા. બોલ્ટે 5 તથા ગ્રાન્ડહોમે 3 વિકેટ લીધી હતી. બોલ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
3/4
બેટ્સમેનોનો ફ્લોપ શોઃ આજની મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડરના ખેલાડીમાંથી કોઈપણ 20 રનનો આંક વટાવી શક્યા નહોતા. રાયડૂ-કાર્તિક તો ખાતું પણ ન ખોલાવી શક્યા. જ્યારે જાધવ 1 રન બનાવી શક્યો હતો. ડેબ્યૂ મેન શુભમન ગિલ પાસેથી સારી ઇનિંગની આશા હતી પરંતુ તે ખાસ ઉકાળી શક્યો નહોતો.
4/4
હેમિલ્ટનઃ ભારતે મેચ જીતવા આપેલા 93 રનના લક્ષ્યાંકને યજમાન ન્યૂઝિલેન્ડે 14.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. તેની સાથે જ કિવી ટીમ ભારત સામે સૌથી વધારે બોલ બાકી રહ્યા હોય ત્યારે જીતનારી ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ન્યૂઝિલેન્ડે 212 બોલ બાકી હતા ત્યારે જ ભારતને હાર આપી હતી.