શોધખોળ કરો
Advertisement
રોહિતની રેકોર્ડ ઈનિંગ દરમિયાન રડી પડી હતી રિતિકા, હિટમેને કહ્યું- કેમ ભાવુક થઈ હતી પત્ની ?
રોહિતે મોહાલીમાં રમેલી તે ઈનિંગ અંગે વાત કરતાં જણાવ્યું, આ દરમિયાન રિતિકા રડી પડી હતી અને મેચ બાદ આ અંગે વાત કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર રોહિત શર્માના નામે વન ડે ક્રિકેટમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે. તેમાં એક રેકોર્ડની આસપાસ હાલ કોઈ નથી. તે વન ડે ત્રણ વખતે બેવડી સદી ફટકારવાનું કારનામું કરી ચુક્યો છે. રોહતે 2017માં શ્રીલંકા સામે રેકોર્ડ ત્રીજી ડબલ સેન્ચુરી મારી હતી. તેની આ ઈનિંગ દરમિયાન પત્ની રિતિક સજદેહ રોઈ પડી હતી. રોહિતે હવે આ ઘટના અંગે જણાવ્યું છે.
બીસીસીઆઈ વીડિયો ઈન્ટરવ્યૂ સીરઝ ઓપન નેટ્સ વિથ મયંકના બીજા એપિસોડમાં શો હોસ્ટ અને ટેસ્ટ ટીમના ઓપનર મંયક અગ્રવાલ સાથે વાતચીત માટે વન ડે અને ટી-20 ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવન હાજર હતા.
રોહિતે મોહાલીમાં રમેલી તે ઈનિંગ અંગે વાત કરતાં જણાવ્યું, આ દરમિયાન રિતિકા રડી પડી હતી અને મેચ બાદ આ અંગે વાત કરી હતી. રોહિતે કહ્યું, મેં તેમને પૂછ્યું કે કેમ રડી? જેના જવાબમાં તેણે કહ્યું, જ્યારે તમે 196માં રન માટે ડાઈવ લગાવી ત્યારે મને લાગ્યું કે કદાચ હાથ મચકોડાઈ ગયો છે. જેનાથી તે ઘણી પરેશાન થઈ ગઈ હતી.
આ ઈનિંગની ખાસ વાત ન માત્ર રેકોર્ડ બનાવવાનો હતો પરંતુ રોહિત અને રીતિકાની એનિવર્સરી પણ હતી. તેથી રોહિત આ ઈનિંગને ખાસ માને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion