શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોહમ્મદ શમીની ફરી વધી મુશ્કેલી, કોલકત્તા પોલીસે દાખલ કરી ચાર્જશીટ
ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી ફરી એકવાર વધી શકે છે. કોલકાતા પોલીસે ગુરુવારે તેની સામે ચાર્જશીટ દાખલ કરી છે. શમી સામે ઘરેલું હિંસા અને યૌન ઉત્પીડન મામલે ચાર્જશીટ દાખલ કરી છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી ફરી એકવાર વધી શકે છે. કોલકાતા પોલીસે ગુરુવારે તેની સામે ચાર્જશીટ દાખલ કરી છે. કોલકતા પોલીસે શમી અને તેના ભાઈ સામે તેની પત્ની હસીન જહાન દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે ચાર્જશીટ ફાઇલ કરી છે.
પોલીસે શમી સામે ઘરેલું હિંસા અને યૌન ઉત્પીડન મામલે ચાર્જશીટ દાખલ કરી છે. શમી સામે આઈપીસીની કલમ 498A અને 354A (યૌન ઉત્પીડન) પ્રમાણે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
શમી વિરુદ્ધ આ આરોપપત્ર તેની પત્ની હસીન જહાન દ્વારા કરેલી ફરિયાદના એક વર્ષ બાદ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેણે શમી અને તેના પરિવાર ઉપર એનક આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ તેના ઉપર ઘરેલુ હિંસા, લગ્ન બાદ પણ સંબંધથી લઈને મેચ ફિક્સિંગ સુધીના આરોપ લગાવ્યા હતા.
શમીના વકીલ સલીમ રહેમાને જણાવ્યું કે તે જલ્દી જ તેનો જવાબ આપશે. તેમણે કહ્યું કે પોલીસે ત્રણ આરોપ હટાવી દીધાં છે. શમીના ભાઈ ઉપર લગાવેલ દુષ્કર્મનો આરોપ, હત્યાનો પ્રયાસ તથા શારીરિક શોષણનો આરોપ હટાવી દીધો છે.
શમી ટીમ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર છે. 23 માર્ચથી શરૂ થનારી આઈપીએલ બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થવાની છે. ત્યારે ચાર્જશીટ ફાઈલ થતાં શમીની મુશ્કેલી વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion