તો પંજાબે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. યુવરાજ સિંહ, માર્કસ સ્ટોઈનિસ અને અક્ષર પટેલનું ટીમમાં કમબેક થયું તો, મનોજ તિવારી અને બરિંદર સિંહ શરણને ટીમથી બહાર રહેવું પડ્યું હતું.
2/4
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીતીને કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. પંજાબના બીજા હોમટાઉન પર રમાઈ રહેલી મેચ મુંબઈ માટે પ્લેઓફમાં રહેવા માટે મહત્વપૂર્ણ મેચ હતી. મુંબઈને હવે પ્લેઓફમાં જવા માટે પોતાની બાકીની બધી મેચો જીતવાની રહેશે. મુંબઈએ પોતાની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા પોલાર્ડના સ્થાન પર લુઈસને ટીમમાં રાખ્યો હતો.
3/4
શુક્રવારે (4 મે) મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં ગેઈલે એવો ગગનચૂંબી છગ્ગો લગાવ્યો કે બોલ ઈન્દોરના હોલકર સ્ટેડિયમની બહાર જતો રહ્યો. પંજાબની ઈનિંગમાં છઠ્ઠી ઓવરમાં મિશેલ મેક્લેધનના બીજા બોલ પર ગેઈલે આ પરાક્રમ કરીને બતાવ્યું. 133.5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આવેલા શોર્ટ બોલ પર ગેઈલે બોલને 92 મીટર દૂર ફેંકી દીધો.
4/4
ઇન્દોરઃ ક્રિસ ગેલે ફરી એક વખત એ સાબિત કર્યું છે કે તેની ઉંમર (38 વર્ષ)ની તેની રમત પર કોઈ અસર નથી પડી. મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ ઇન્દોર હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં તેણે ફરી કિંગ્સ ઇલેવન પંજાબને શાનદાર શરૂઆત આપી અને તાબડતોડ હાફ સેન્ચુરી ફટકારી હતી. પોતાની આ ઇનિંગમાં ગેલે એક એવો શોટ પણ માર્યો જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.