શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND V NZ : ત્રીજા દિવસની રમતના અંતે ટીમ ઈંડિયાની પકડ મજબૂત, 215 રનની લીડ
કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતે 1 વિકેટ ગુમાવી 159 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા અને અશ્વિનના તરખાટ બાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાની અડધી સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતને પ્રથમ દાવમાં 56 રનની લીડ મળી હતી આમ ભારત લીડ સાથે 215 રન બનાવી લીધી છે. મુરલી વિજય 64 અને પૂજારા 50 રને રમતમાં છે. લોકેશ રાહુલ 38 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈંડિયા માટે આ ટેસ્ટ ઐતિહાસિક 500મી ટેસ્ટ છે.
એના પહેલા ન્યુઝીલેંડની ટીમ લંચ પછી 262 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતને પહેલી ઈનિંગમાં 56 રનની લીડ મળી હતી. ટીમ ઈંડિયા તરફથી રવિંદ્ર જાડેજાએ 5 વિકેટ અને અશ્વિને 4 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવને એક વિકેટ મળી હતી. કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સે સૌથી વધુ 75 અને ટૉમ લાથમે 58 રનની ઈનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion