શોધખોળ કરો
લોકેશ રાહુલના આ ટ્વીટ પર ભડક્યા ક્રિકેટ ફેન્સ, જાણો વિગતે
1/4

જન્મદિવસના અભિનંદ પાઠવવા માટે ટ્વીટ કરવું એ સામાન્ય બાબત છે પરંતુ ફેન્સના ગુસ્સાનું કારણ માત્ર આ સીરીઝમાં રાહુલનું પ્રદર્શન જ ન હતું. પરંતુ આ પહેલાથી ચાલી આવેલ તેનું ખરાબ ફોર્મ પણ તેમાં સામેલ છે. લોકેશ રાહુલે અત્યાર સુધી 28 ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેના નામે માત્ર 1625 રન નોંધાયેલા છે. 2017માં શ્રીલંકા વિરૂદ્ધ રમેલ 79 રનની ઇનિંગ બાદ 13 ટેસ્ટ ઇનિંગમાં રાહુલે એક પણ હાફ સેન્ચુરી નથી ફટકારી.
2/4

ચોથા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 19 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ લોકેશ રાહુલે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને જન્મદિવસના શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું. જોકે આ ટ્વીટને જોઈને તેના ફેન્સ ભડકી ઉઠ્યા અને તેણે લોકેશ રાહુલને ખૂબ ટ્રોલ કર્યો. કેટલાક તેની ઇનિંગના આંકડા ગણાવતા કહ્યું કે, તમારા આંકડા જો, તો કોઈએ કહ્યું તને શરમ આવવી જોઈએ. જ્યારે કેટલાકે સલાહ આપી કે સોશિયલ મીડિયા પર જેટલો સમય વિતાવે છે તેટલો પિચ પર વિતાવવાનું રાખો.
Published at : 07 Sep 2018 11:55 AM (IST)
View More





















