શોધખોળ કરો
ભારતમાં ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એકનો થશે ઉમેરો, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20, જાણો વિગત
1/4

લખનઉઃ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. કેરેબિયન ટીમ અહીંયા 2 ટેસ્ટ, 5 વન ડે અને 3 T20 મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 6 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 મુકાબલો નવાબોના શહેરમાં રમાશે. મેચની સાથે જ લખનઉનું ઇકાના મેદાન ભારતનું 22મું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.
2/4

2016માં મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ અહીં ડોમેસ્ટિક મેચ યોજાતી હતી. 50 હજાર સીટની ક્ષમતા ધરાવતાં મેદાન પર 2017-18ની દુલિપ ટ્રોફી ફાઇનલ યોજાઈ હતી. ભારતમાં હાલ 21 સક્રિય ક્રિકેટ સ્ટેડિયમ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ફરી વાર નિર્માણ થઈ રહ્યું હોવાથી યાદીમાં સામેલ નથી.
Published at : 05 Sep 2018 11:13 AM (IST)
View More





















