શોધખોળ કરો
Advertisement
આ મહિલા ક્રિકેટરે 76 ઇનિંગમાં ફટકારી 13 વન-ડે સદી, અમલા અને કોહલીનો તોડ્યો રેકોર્ડ
કેપ્ટન મેગ લેનિંગ અને એલિસા હીલીની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં ચાર વિકેટ પર 308 રન બનાવ્યા હતા. મેગ લેનિંગે 121 અને એલિસાએ 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ચેમ્પિયનશીપ હેઠળ રમાયેલી એક મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને 178 રનથી હાર આપી હતી. ઓસ્ટ્રલિયાની ટીમે શૂન્ય રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ કેપ્ટન મેગ લેનિંગ અને એલિસા હીલીની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં ચાર વિકેટ પર 308 રન બનાવ્યા હતા. મેગ લેનિંગે 121 અને એલિસાએ 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 37.3 ઓવરમાં 130 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
લેનિંગે તેના કરિયરની 13મી વન-ડ઼ે સદી ફટકારી છે. આ સાથે જ તે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 સદી ફટકારનાર ખેલાડી બની ગઇ છે. મહિલા અને પુરુષ બંન્નેમાં આ રેકોર્ડ છે. 13 સદી ફટકારવામાં તેણએ 76 ઇનિંગ રમી છે.
સૌથી ઝડપી 13 સદી ફટકારવા મામલામાં લેનિંગે સાઉથ આફ્રિકાના ઓપનર હાશિમ અમલાને પાછળ છોડી દીધા છે. અમલાએ 83 ઇનિંગમાં 13 વન-ડે સદી ફટકારી છે જ્યારે કેપ્ટન કોહલીએ 86 ઇનિંગમાં 13 સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement