સોફિયાએ કહ્યું છે, ‘કૃપા કરીને તે ટ્વીટ્સ પર વિશ્વાસ ન કરો કારણ કે તે સાચું નથી. જે લોકો આ ટ્વિટ્સ પર વિશ્વાસ કરીને વિરાટને સસ્પેન્ડ કરવાની વાત કરે છે, તે મૂર્ખ છે. વિરાટ કોહલી સાથે મારો કોઈ સંબંધ નથી.
2/4
આ ફોટા અને ટ્વીટ્સ પર કમેન્ટ કરતા લોકો વિરાટ કોહલી અને રોહિત શર્માને ભારતીય ટીમમાંથી બરતરફ કરવાની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન, સોફિયાએ તેના સોશિયલ એકાઉન્ટ પર વિડિઓ પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. સોફિયાએ કહ્યું છે કે આ ટ્વીટ્સ એડિટ અને ફોટોશોપ કરવામાં આવી છે, તેને હકીકત સાથે કંઇ લેવા-દેવા નથી.
3/4
આ ટ્વીટ વાયરલ થયા બાદ સોફિયાએ એક વીડિયો શેર કરીને આ તમામ ટ્વિટને ખોટા અને ફોટોશોપ થયા હોવાનું જણાવ્યું છે. સોફિયા હયાતના સોશિયલ એકાઉન્ટ પર વિરાટ કોહલી અને રોહિત શર્માને લઇને કેટલીક વાંધાજનક ટ્વીટ્સ કરવામાં આવી છે. ટ્વીટ્સ ઉપરાંત, વિરાટ અને રોહિત સાથે સોફિયાના ફોટા પણ ખૂબ વાયરલ બની રહ્યા છે.
4/4
નવી દિલ્હીઃ સલમાન ખાનના મોસ્ટ પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોસ 7ની વિવાદાસ્પદ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત વિતેલા ઘણાં દિવસથી ચર્ચામાં છે. આ વખતે સોફિયા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પર કરેલા વિવાદિત ટ્વિટના કારણે ચર્ચામાં આવી છે. સોફિયાના સોશિયલ એકાઉન્ટ પરથી રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે સંબંધિત અનેક પર્સનલ અને વિવાદિત ટ્વિટ કરવામાં આવ્યાં છે.