શોધખોળ કરો
Advertisement
NCP નેતા અજીત પવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું
અજીત પવાર એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે.
મુંબઇઃ એનસીપી નેતા અજીત પવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડેએ તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે. જોકે, હજુ સુધી તેમના રાજીનામા પાછળનું કારણ સામે આવ્યું નથી. અજીત પવાર એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે.
વાસ્તવમાં મંગળવારે ઇડીએ પવાર અને તેમના ભત્રીજા અજીત પવારને મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેટિવ બેન્ક લિમિટેડમાં અનેક કરોડોના કૌભાંડ મામલામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા જેના સંબંધમાં તે આજે ઇડી કાર્યાલય પહોંચવાના હતા. રાજ્યમાં પોલીસે ગઇકાલથી જ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને અનેક સ્થળો પર બેરિકેડ઼ લગાવ્યા હતા. તે સિવાય કોઇ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે દક્ષિણ મુંબઇના કેટલાક ક્ષેત્રોમાં અન્ય પ્રતિબંધ લગાવાયા છે.
મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેટિવ બેન્ક લિમિટેડમાં કથિત 25000 કરોડના કૌભાંડ મામલામાં ઇડીએ મંગળવારે રાજ્યના અન્ય રાજકીય નેતાઓ અને અધિકારીઓ સાથે જ પવાર અને તેમના ભત્રીજા અજીત પવારને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.Maharashtra: Nationalist Congress Party (NCP) leader Ajit Pawar has resigned from his post as an MLA & Assembly Speaker Haribhau Bagade has accepted his resignation. More details awaited. (File pic) pic.twitter.com/3kZqHB1zaX
— ANI (@ANI) September 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement