Neeraj Chopra: ફક્ત 1 સેન્ટિમીટરના કારણે ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનવાથી ચૂક્યો નીરજ ચોપરા
Diamond League 2024 Final: નીરજ ચોપરાને ડાયમંડ લીગ 2024માં રમાયેલી ભાલા ફેંકની ફાઇનલમાં બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
Neeraj Chopra Diamond League 2024 Final: નીરજ ચોપરાએ બ્રસેલ્સમાં યોજાયેલી ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં બીજું સ્થાન મેળવ્યું છે. જેવલિન થ્રોમાં, નીરજને સતત બીજા વર્ષે રનર-અપ ટેગથી સંતોષ માનવો પડ્યો. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 87.86 મીટર રહ્યો હતો, જો કે તેનાથી ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ માત્ર 0.01 મીટર આગળ રહ્યો હતો. પીટર્સનો શ્રેષ્ઠ થ્રો 87.87 મીટર હતો, જેણે તેને ડાયમંડ લીગ 2024માં ભાલા ફેંકનો ચેમ્પિયન બનાવ્યો હતો.
The most heartbreaking result. 💔
- Neeraj Chopra misses the Diamond League title because of just 1 centimetre. 🥲 pic.twitter.com/G9CYNk5WZa— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2024
નીરજનો પહેલો થ્રો 86.82 મીટર રહ્યો હતો, પરંતુ તેના સૌથી મુશ્કેલ હરીફ એન્ડરસન પીટર્સે તેનો પહેલો થ્રો 87.87 મીટરના અંતરે ફેંક્યો હતો. આ થ્રોએ આખરે પીટર્સને ચેમ્પિયનનું બિરુદ અપાવ્યું. જો કે નીરજ ચોપરાનો બીજો થ્રો 84 મીટરથી ઓછો હતો, પરંતુ ત્રીજા થ્રોમાં તેણે 87.86 મીટરનું અંતર કાપ્યું અને તે માત્ર 1 સેન્ટિમીટરથી ચેમ્પિયન બનવાનું ચૂકી ગયો. ભારતીય સ્ટારનો છેલ્લો થ્રો 86 મીટરથી વધુ હતો, પરંતુ તે ચેમ્પિયન બની શક્યો ન હતો.
તમને જણાવી દઈએ કે ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનાર એથલીટને 30 હજાર યુએસ ડોલર મળે છે. એટલે કે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને લગભગ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે નીરજ ચોપરાને બીજા સ્થાને રહેવા પર 12 હજાર ડોલર એટલે કે લગભગ 10 લાખ રૂપિયા ઈનામ તરીકે મળવાના છે.
નીરજ ચોપરા 2022માં ચેમ્પિયન બન્યો હતો
નીરજ ચોપરા ભલે 2024માં ડાયમંડ લીગ ચેમ્પિયન ન બની શક્યો હોય, પરંતુ બે વર્ષ પહેલા તે આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. તે વર્ષે, નીરજે ફાઇનલમાં 88.44 મીટરનો ભાલો ફેંકીને ડાયમંડ લીગ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 2023ની વાત કરીએ તો, ચેક રિપબ્લિકનો યાકુબ વાલેશે 84.24 મીટરનું અંતર કાપીને ચેમ્પિયન બન્યો હતો, પરંતુ નીરજ 83.80 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા હર્નિયાથી પીડાઈ રહ્યો છે. આ દિગ્ગજ ભારતીય એથ્લીટ હર્નિયાને કારણે ગ્રોઇન એરિયામાં દુખાવાનો સામનો કરી રહ્યો છે. જો કે, તેમ છતા નિરજે ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો-