શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ પંજાબી રીત-રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, જુઓ તસવીરો
પંજાબના લુધિયાનામાં જન્મેલા ઇશ સોઢીનું પુરુનામ ઇન્દ્રબીર સિંહ સોઢી છે. તે ચાર વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્પિનર ઇશ સોઢીએ પોતાની ગર્લફ્રેન્ડ એન્જેલિના વેન રોજમેલન સાથે લગ્ન કરી લીધા છે. ઇશ સોઢીએ પંજાબી રીતરિવાજ પ્રણાણે ઓકલેન્ડના તકનિનીના સુપ્રીમ શીખ સોસાયટી ગુરુદ્વારામાં એક પ્રાઇવેટ ફંક્શનમાં લગ્નગ્રંથીથી જોડાઇ ગયો હતો. સોઢી અને એન્જેલિનાના લગ્નમાં તેમના પરિવારજનો, સંબંધી સહિત લગભગ 100 લોકો જોડાયા હતા.
પંજાબના લુધિયાનામાં જન્મેલા ઇશ સોઢીનું પુરુનામ ઇન્દ્રબીર સિંહ સોઢી છે. તે ચાર વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો, હવે તે ન્યૂઝીલેન્ડની નેશનલ ક્રિકેટ ટીમનો ખેલાડી છે. ઉપરાંત તે નોર્થન ડિસ્ટ્રીક્ટ તરફથી ડૉમેસ્ટિક ક્રિકેટ પણ રમે છે, એટલું જ નહીં તે આઇપીએલમાં તે રાજસ્થાન રૉયલ્સ ટીમ તરફથી પણ રમે છે.
સોઢીએ બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, વળી, 2015માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ મેચ રમી હતી. ઇશ સોઢી ટી20 ઇન્ટરનેશનલ આઇસીસી રેન્કિંગમાં નંબર 1 ખેલાડી પણ રહી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement