શોધખોળ કરો
Advertisement
નીતા અંબાણીએ કયા ભગવાનના ચરણોમાં અર્પણ કરી IPLની ટ્રોફી, જાણો વિગત
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નીતા અંબાણી IPL ટ્રોફી સાથે જોવા મળ્યાં હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે, નીતા અંબાણી ટ્રોફી લઈને આવે છે અને રાધા-કૃષ્ણ મંદિરમાં ભગવાનના ચરણોમાં તેને મૂકે છે. ત્યાર બાદ તેઓ ભગવાનના આશીર્વાદ લઈને તેમનો આભાર માને છે.
મુંબઈ: IPLની 12મી સીઝનમાં ટ્રોફી જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ખેલાડીઓ સાતમાં આસમાને છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની રોમાંચક ફાઈનલ મેચમાં 1 રનથી જીત મેળવ્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપની પ્રશંસા થઈ રહી છે.
IPLના ઈતિહાસમાં મુંબઈની ટીમ ચોથી વખત ટાઈટલ જીતીને સૌથી વધુ ટાઈટલ જીતવાની રેસમાં પહેલા ક્રમે પહોંચી ગઈ છે. જોકે ટ્રોફી ઘરે આવતાં જ ટીમના માલિક નીતા અંબાણીએ તેને ભગવાનને અર્પણ કરી હતી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નીતા અંબાણી IPL ટ્રોફી સાથે જોવા મળ્યાં હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે, નીતા અંબાણી ટ્રોફી લઈને આવે છે અને રાધા-કૃષ્ણ મંદિરમાં ભગવાનના ચરણોમાં તેને મૂકે છે. ત્યાર બાદ તેઓ ભગવાનના આશીર્વાદ લઈને તેમનો આભાર માને છે.
આ વીડિયો જોવા પર તો એન્ટિલિયાનો લાગી રહ્યો છે, પરંતુ આ મામલાની પુષ્ટિ થઈ શકી નથી. મંદિરમાં રાધા-કૃષ્ણની મૃર્તિ ચાંદીના બાજોટ પર બિરાજમાન દેખાય છે. આસપાસમાં કેટલાક બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યો છે. નીતા અંબાણી પણ પ્રાર્થના કરતા દેખાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement