શોધખોળ કરો
Advertisement
DDCAનો મોટો ફેંસલો, અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ
12 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. આ કાર્યક્રમમાં અગાઉ જાહેર કરાયા મુજબ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામ પરથી કોટલા ખાતેના એક સ્ટેન્ડ બનશે.
નવી દિલ્હીઃ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ મંગળવારે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને દિલ્હી ક્રિકેટના પૂર્વ પ્રેસિડેન્ટ અરુણ જેટલીની યાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરૂણ જેટલીનું બીમારીના કારણે 24 ઓગસ્ટ, 2019નાં રોજ 66 વર્ષની વયે અવસાન થયું હતું.
12 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. આ કાર્યક્રમમાં અગાઉ જાહેર કરાયા મુજબ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામ પરથી કોટલા ખાતેના એક સ્ટેન્ડ બનશે. ડીડીસીએ અધ્યક્ષ રજત શર્માએ આ પહેલ અંગે કહ્યું હતું કે, "વિરાટ કોહલી, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, ઋષભ પંત અને બીજા ઘણા ખેલાડીઓ ભારતને ગૌરવ આપ્યું છે તે અરૂણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહનના કારણે શક્ય બન્યું હતું."DDCA President Rajat Sharma to ANI:What can be better to have it named after man who got it rebuilt under his presidentship. It was Arun Jaitley’s support that players like Virat Kohli,Virender Sehwag,Gautam Gambhir,Ashish Nehra, Rishabh Pant & many others could make India proud https://t.co/Bs0GvST4CQ
— ANI (@ANI) August 27, 2019
આ પહેલા ભાજપના સાંસદ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લકી યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નામ જેટલીના નામ પરથી કરવાની ભલામણ કરી હતી. જેટલીના ડીડીસીએના કાર્યકાળ દરમિયાન, સ્ટેડિયમને નવી સુવિધામાં ફેરવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. તે દરમિયાન વિશ્વ-વર્ગના ડ્રેસિંગ રૂમ બનાવવા ઉપરાંત વધુ ચાહકોને સમાવવાની ક્ષમતામાં વધારો થયો હતો. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય રમત મંત્રી કિરેન રિજિજુ ઉપસ્થિત રહેશે. ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહનો હનુમાન કુદકો, પ્રથમ વખત ટોપ 10માં મેળવ્યું સ્થાન, જાણો વિગત કોહલી એન્ડ કંપનીએ અનુષ્કા શર્મા સાથે કરી ક્રૂઝમાં સવારી, જુઓ તસવીરોNews Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium. In a fitting tribute to its former president Arun Jaitley, @delhi_cricket has decided to name the Stadium after him. Mr Jaitley, who passed away on August 24, was president of the DDCA from 1999 to 2013. @BCCI
— DDCA (@delhi_cricket) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion