મોટો ગોટાળોઃ મહિલા બનીને ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારી બૉક્સર પુરુષ નીકળી, મેડિકલ રિપોર્ટમાં ખુલ્યુ રાજ
Imane Khelif Confirmed As Man In Medical Report: રેડક્સના રિપોર્ટ અનુસાર એમઆરઆઈમાં ઈમાનના માઈક્રોપેનિસની હાજરી પણ સામે આવી હતી
Imane Khelif Confirmed As Man In Medical Report: અલ્જેરિયાની બૉક્સર ઈમાન ખલીફે પેરિસ ઓલિમ્પિક 2024માં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. અલ્જેરિયાની બૉક્સરે મહિલા કેટેગરીમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના લિંગને લઈને વિવાદ થયો હતો. હવે જે મેડિકલ રિપોર્ટ્સ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈમાનની અંદર ઘણા પુરુષ અંગો છે.
દસ્તાવેજ અનુસાર, જેને ફ્રાન્સીસી પત્રકાર જફર એત ઔદિયા સુરક્ષિત કરવામાં સફળ હતા, તેમાં બતાવવામાં આવ્યુ કે ખલીફની પાસે આંતરિક અંડકોષ (Internal Testicles) અને XY ગુણસુત્ર (પુરુષ ગુણસુત્ર) છે, જે 5-અલ્ફા રિડક્ટેસ અપર્યાપ્તતા નામના ડિસઓર્ડર તરફ ઇશારો કરે છે.
તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક દરમિયાન ઈમાન ખલીફ સામે રમતી ઘણી મહિલા બૉક્સરોએ ઈમાનમાં XY ક્રૉમોઝૉમ્સ હોવાના ઈશારા દ્વારા હાઈલાઈટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પેરિસની ક્રેમલિન-બિકેટ્રે હૉસ્પિટલ અને અલ્જિયર્સની મોહમ્મદ લેમિન ડેબાગિન હૉસ્પિટલના નિષ્ણાતોએ 2023ના રિપોર્ટમાં ઘણા ખુલાસા કર્યા છે.
રિપોર્ટમાં ઈમાનની જૈવિક લાક્ષણિકતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે આંતરિક અંડકોષનું અસ્તિત્વ અને ગર્ભાશયની ગેરહાજરી. આ સિવાય રેડક્સના રિપોર્ટ અનુસાર એમઆરઆઈમાં ઈમાનના માઈક્રોપેનિસની હાજરી પણ સામે આવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિપોર્ટ આવ્યા બાદ ઈમાન સામે શું કાર્યવાહી થાય છે.
ઇન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશને લગાવ્યો હતો પ્રતિબંધ
આ પહેલીવાર નથી જ્યારે ઈમાન ખલીફાના લિંગ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ પહેલા ઈન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશને પણ 2023માં તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. દિલ્હીમાં બૉક્સિંગ એસોસિએશને ઈમાનને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગૉલ્ડ મેડલ મેચમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
જેન્ડર વિવાદ પર પહેલા પણ બોલી ચૂકી છે ખલીફ ?
તેના લિંગ વિવાદ પર, ઈમાન ખલીફે અગાઉ કહ્યું હતું કે, "હું અન્ય મહિલાની જેમ એક મહિલા છું. હું એક સ્ત્રી તરીકે જન્મી છું, હું એક મહિલાની જેમ જીવું છું અને હું લાયક છું." અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, લેખક જે.કે. રોલિંગ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ઈમાન ખલીફાના લિંગ વિશે વાત કરી હતી, જેના પછી ઈમાને કહ્યું હતું કે તે આ લોકો દ્વારા ઉભા કરાયેલા વિવાદથી ખૂબ પ્રભાવિત છે.
આ પણ વાંચો
4 દિવસમાં શરૂ થશે સીરીઝ, કેપ્ટન બદલ્યો, અલગ કૉચ, ફૉર્મેટ બદલ્યું, ભારતીય ટીમ પહોંચી સાઉથ આફ્રિકા