શોધખોળ કરો

Hockey India Schedule: પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય હૉકી ટીમનુ શિડ્યૂલ જાહેર, જાણો ક્યારે-ક્યારે રમાશે મેચો

Paris Olympics 2024 Hockey India Schedule: પેરિસ ઓલિમ્પિક્સ 2024 હવે ખૂબ નજીક છે. રમતગમતના આ મહાકુંભમાં હવે 12 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે

Paris Olympics 2024 Hockey India Schedule: પેરિસ ઓલિમ્પિક્સ 2024 હવે ખૂબ નજીક છે. રમતગમતના આ મહાકુંભમાં હવે 12 દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ રમતોના એથ્લેટ્સ તેમની તાકાત બતાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે 113 ખેલાડીઓની મોટી ટુકડી મોકલી છે. આમાંથી કેટલાક ખેલાડીઓ રેન્કિંગના આધારે ક્વૉલિફાય થયા જ્યારે કેટલાકને ક્વૉટા મળ્યો છે.

ભારતને હૉકી ટીમ તરફથી પણ મેડલ મળવાની આશા છે. ભારતીય પુરુષ હોકી ટીમ એશિયન ચેમ્પિયન તરીકે ઓલિમ્પિક માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે, જેમાં તેનો મુકાબલો બેલ્જિયમ, આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ સામે થશે.

ક્યારે ને કેયાં રમાશે ભારતીય હૉકીની મેચો ? 
ભારતનું અભિયાન 27મી જુલાઈથી શરૂ થશે. ભારતનું હૉકી શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટીમ તેના ગ્રુપમાં અન્ય પાંચ ટીમો સામે રમશે. ટોચની આઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. ક્વાર્ટર ફાઈનલ 4 ઓગસ્ટથી શરૂ થશે. સેમિફાઇનલ 6ઠ્ઠી ઓગસ્ટે અને મેડલ મેચ 8મી ઓગસ્ટે રમાશે. તમામ મેચો યવેસ-ડુ-મનોઇર સ્ટેડિયમમાં યોજાશે.

ભારતીય હૉકી ટીમનું પુરેપુરુ શિડ્યૂલ 

તારીખ : 27 જુલાઇ 
મેચ : ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): રાત્રે 9:00 વાગે

તારીખ : 29 જુલાઇ 
મેચ : ભારત વિરૂદ્ધ આર્જેન્ટિના 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): સાંજે 04:15 વાગે

તારીખ : 30 જુલાઇ
મેચ : આયરલેન્ડ વિરૂદ્ધ ભારત 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ 
સમય (IST): સાંજે 04:45 વાગે 

તારીખ: 1 ઓગસ્ટ
મેચ : ભારત વિરૂદ્ધ બેલ્ઝિયમ 
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ
સમય (IST): બપોર 01:30 વાગે

તારીખ : 2 ઓગસ્ટ
મેચ : ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત
સ્થળ : યવેસ-ડુ-મનૉયર સ્ટેડિયમ
સમય (IST): સાંજે 04:45 વાગે

પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય પુરુષ હૉકી ટીમ 
26 જૂન 2024 ના રોજ, પેરિસ ઓલિમ્પિક માટે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં 16 નિયમિત ખેલાડીઓ અને 3 વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ભારતીય હૉકી ટીમની ઓલિમ્પિકમાં રહી છે ગૉલ્ડન હિસ્ટ્રી 
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમ દેશ માટે મેડલ જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ઓલિમ્પિકમાં હોકી સૌથી સફળ રમત તરીકે ઉભરી આવી છે. હોકી ઈન્ડિયાએ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ 12 મેડલ જીત્યા છે. જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે. હોકી ઈન્ડિયાએ છેલ્લે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ વખતે ટીમનો ઉદ્દેશ્ય આના કરતા વધુ સારું પ્રદર્શન કરવાનો રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravlli News : અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિHun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Religion: ભગવાન શિવ અને શનિદેવને પ્રિય છે આ ફૂલ, તેનાથી સંબંધિત ઉપાયો ગરીબને પણ રાજા બનાવી શકે છે
Religion: ભગવાન શિવ અને શનિદેવને પ્રિય છે આ ફૂલ, તેનાથી સંબંધિત ઉપાયો ગરીબને પણ રાજા બનાવી શકે છે
lifestyle: બાળકના ગળામાં કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
lifestyle: બાળકના ગળામાં કોઈ પણ વસ્તુ ફસાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Embed widget