Paris Olympic: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ઝટકો, નાડાએ આ મોટા ખેલાડીને કર્યો સસ્પેન્ડ, જાણો મામલો
જો બજરંગ પૂનિયાનું સસ્પેન્શન સમયસર હટાવવામાં નહીં આવે તો તે આવતા મહિને યોજાનારી પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં
Paris Olympic: પેરિસ ઓલિમ્પિક શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પુરુષ કુસ્તીબાજ બજરંગ પૂનિયાને નેશનલ ડોપિંગ એજન્સી (NADA) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેના કારણે બજરંગની પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર મોટો ઝટકો લાગ્યો છે. NADA અનુસાર, બજરંગ પૂનિયાએ 10 માર્ચે સોનીપતમાં આયોજિત સિલેક્શન ટ્રાયલ દરમિયાન ડૉપ ટેસ્ટ માટે પોતાનો સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
જો બજરંગ પૂનિયાનું સસ્પેન્શન સમયસર હટાવવામાં નહીં આવે તો તે આવતા મહિને યોજાનારી પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. આ પહેલા બજરંગ પૂનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. અત્યાર સુધી કોઈ પણ ભારતીયે 65 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ક્વૉટા મેળવ્યો નથી. સુજીત કલ્કલ 9 મેથી ઇસ્તંબુલમાં યોજાનારી વર્લ્ડ ક્વૉલિફાયર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
#BREAKING_NEWS : Wrestler Bajrang Punia suspended
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) May 5, 2024
Suspended for not giving dope test
A blow to the hopes of going to Paris Olympics@wfi_wrestling @BajrangPunia#Bajrangpuniasuspended #bajrangpunia #ParisOlympics #wrestlingfedrationofindia pic.twitter.com/r1hmGbO0cx
-
કોણ છે બજરંગ પૂનિયા, જાણો
બજરંગ પુનિયાની માતાનું નામ ઓમ પ્યારી અને પિતાનું નામ બલવાન સિંહ પુનિયા છે. તમને જણાવી દઈએ કે બજરંગ પુનિયાના પિતા પણ પ્રોફેશનલ રેસલર છે. તેનો એક ભાઈ પણ છે જેનું નામ હરેન્દ્ર પુનિયા છે અને તે પણ રેસલર્સ છે. બજરંગ પુનિયા એક ભારતીય કુસ્તીબાજ છે,જેણે 2018 એશિયન ગેમ્સમાં પુરૂષોની 65 કિગ્રા વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં જાપાની કુસ્તીબાજ તાકાતાની દાઇચીને 11-8 થી એકતરફી મેચમાં હરાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો 9મો કુસ્તીબાજ બન્યો હતો. બજરંગે પોતાનો ગોલ્ડ મેડલ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો હતો.
બજરંગ પુનિયાના ગોલ્ડ મેડલ વિશે વાત કરીએ તો કોમનવેલ્થ ચેમ્પિયનશિપ સિંગાપોર (65 કિગ્રા) (2016), કોમનવેલ્થ ચેમ્પિયનશિપ બ્રેકપન (65 કિગ્રા) (2017), એશિયન ઇન્ડોર અને માર્શલ આર્ટ ગેમ્સ અશ્ગાબાત (70 કિગ્રા) (2017),એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (65 કિગ્રા) (2017),એશિયન ગેમ્સ જકાર્તા (65 કિગ્રા) (2018),કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ કોસ્ટ (65 કિગ્રા) (2018),એશિયન ચેમ્પિયનશિપ ઝિઆન (65 કિગ્રા) (2019),કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામ (65 કિગ્રા) (2022) મેડલ જીત્યા છે.
બજરંગ પુનિયાના સિલ્વર મેડલની વાત કરીએ તો એશિયન ચેમ્પિયનશિપ અસ્તાના (61 કિગ્રા) (2014),એશિયન ગેમ્સ ઇંચિયોન (61 કિગ્રા) (2014),વિશ્વ U23 ચૅમ્પિયનશિપ બાયડગોસ્ક્ઝ (65 કિગ્રા) (2017),વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ બુડાપેસ્ટ (65 કિગ્રા) (2018),એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (65 કિગ્રા) (2020),એશિયન ચેમ્પિયનશિપ અલ્માટી (65 કિગ્રા) (2021),એશિયન ચેમ્પિયનશિપ્સ ઉલાનબેટર (65 કિગ્રા) (2022) મેડલ જીત્યા છે.
રેસલર બજરંગ પુનિયાના બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી (60 કિગ્રા) (2013),વર્લ્ડ ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ (60 કિગ્રા) (2013),એશિયન ચેમ્પિયનશિપ બિશ્કેક (65 કિગ્રા) (2018), વર્લ્ડ ચેમ્પિયનશિપ નૂર-સુલતાન (65 કિગ્રા) (2019), ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો (65 કિગ્રા) (2020), બોલાત તુર્લીખાનોવ કપ અલ્માટી (65 કિગ્રા) (2022) જીત્યા છે.