(Source: Poll of Polls)
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની અગાઉ બબાલ, આગચંપી-તોડફોડ, રેલવે નેટવર્ક ખોરવાયું
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી સહિત ‘દુર્ભાવનાપૂર્ણ કૃત્યો'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે. નોંધનીય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી (26 જુલાઈ)થી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઇ રહ્યો છે.
BREAKING The arson attacks on France's high-speed rail network were coordinated acts of "sabotage", a source close to the investigation tells @AFP pic.twitter.com/9dkNZiWVSb
— AFP News Agency (@AFP) July 26, 2024
ફ્રાન્સની ટ્રેન ઓપરેટર કંપની SNCFએ શુક્રવારે (26 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી ન્યૂઝ એજન્સી AFPને આપી હતી. ટ્રેન ઓપરેટર SNCFએ જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી કરી હુમલો કરાયો છે. જેના કારણે સમગ્ર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર થઇ છે
BREAKING France's high-speed train system disrupted by vandalism: operator pic.twitter.com/h5Q0QCL4T5
— AFP News Agency (@AFP) July 26, 2024
કેસની તપાસ કરી રહેલા એક સૂત્રએ એએફપીને જણાવ્યું હતું કે આ દરમિયાન તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે TGV. નેટવર્ક (TurboTrain à Grande Vitesse) પર એક મોટો હુમલો છે. જેના કારણે અનેક રૂટ કેન્સલ કરવા પડ્યા હતા.
રેલ ઓપરેટરે જણાવ્યું હતું કે આ હુમલાઓથી ટ્રેન લાઇનની એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય લાઇનો પ્રભાવિત થઈ હતી. ઓપરેટરે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનની સુવિધાઓને નુકસાન પહોંચાડવા માટે આગચંપી કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનોને અલગ-અલગ ટ્રેક પર મોકલવામાં આવી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવી પડી છે.SNCF એ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા વિનંતી કરી છે.
Lady Gaga, Celine Dion, Aya Nakamura?
— AFP News Agency (@AFP) July 26, 2024
World-famous stars are in line to perform at Friday's opening ceremony of the Paris Olympics, which will take place along the Seine river.
The exact line-up is a tightly guarded secrethttps://t.co/5JZzVVtbBD pic.twitter.com/HELGCLo01L
8 લાખ રેલવે મુસાફરોને અસર થઈ હતી
ફ્રેન્ચ ન્યૂઝ આઉટલેટ BFMTV સાથે વાત કરતા SNCF ગ્રુપના પ્રમુખે કહ્યું કે 8 લાખ ટ્રેન મુસાફરોને અસર થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સ માટે નેટવર્ક તૈયાર હતું, પરંતુ હવે તેઓ નેટવર્કને શક્ય તેટલી વહેલી તકે રિપેર કરવા માટે સેંકડો કર્મચારીઓને એકત્રિત કરવાનું વિચારી રહ્યા છે. france24.comના અહેવાલ મુજબ, યુરોસ્ટાર (રેલવે કંપની) એ જણાવ્યું હતું કે તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે ઘણી ટ્રેનો રદ થઈ છે. સીન નદી પર પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે હવામાન વિભાગે શુક્રવારે વરસાદની આગાહી કરી છે.
🇫🇷 ALERTE INFO - À quelques heures de la cérémonie d’ouverture des JO, la #SNCF est victime d’une "attaque massive d'ampleur pour paralyser" son réseau de TGV, avec des incendies volontaires. Le trafic sera "très perturbé" au moins tout le week-end. ⚠️ Il est demandé "à tous les… pic.twitter.com/pMrxUN8Ka4
— Mediavenir (@Mediavenir) July 26, 2024