Paris Olympics 2024:સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીને મોટો ઝટકો, બીજા રાઉન્ડની મેચ રદ્દ, મેડલ પર મંડરાયો ખતરો
Paris Olympics 2024: ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો આંચકો લાગ્યો છે.
Paris Olympics 2024: ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો આંચકો લાગ્યો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીની આગામી મેચ રદ કરવામાં આવી હતી. ભારતની બેડમિન્ટન મેન્સ ડબલ્સની પ્રથમ મેચમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટીએ કોર્વી લુકાસ અને લેબર રોનનની ફ્રેન્ચ જોડી સામે 2-0, 21-17, 21-14થી શાનદાર જીત નોંધાવી હતી. પહેલી જીત બાદ ભારતીય જોડી પાસેથી બેડમિન્ટનમાં મેડલની આશા વધી ગઈ હતી, પરંતુ હવે આ જોડીની બીજી મેચ રદ્દ થવાને કારણે મેડલ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે.
🇮🇳🚨 𝗬𝗲𝘁 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝘄𝗶𝘁𝗵𝗱𝗿𝗮𝘄𝗮𝗹! Satwik & Chirag's opponents for today, Mark Lamsfuss and Marvin Seidel withdrew from #Paris2024 due to injury, cancelling today's doubles match which was originally scheduled to take place at 12:00pm IST.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 29, 2024
🏸 This time… pic.twitter.com/YWYpu9Trjp
27મી જુલાઈએ પ્રથમ મેચ જીત્યા બાદ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આજે બીજી મેચ એટલે કે 29મી જુલાઈ સોમવારના રોજ જર્મનીની માર્વિન સીડેલ અને માર્ક લેમ્સફૂસની જોડી સામે રમવાની હતી. બંને વચ્ચે આ મેચ બપોરે 12 વાગ્યાથી થવાની હતી જે રદ કરવામાં આવી હતી. પરંતુ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વચ્ચેની બીજી મેચ કેમ રદ કરવામાં આવી?
વાસ્તવમાં જર્મનીના માર્ક લેમ્સફૂસે ઘૂંટણની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને માર્ક લેમ્સફૂસનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. લેમ્સફૂસની ઈજાને કારણે જર્મન જોડીની આગામી બે મેચો પણ રદ કરવામાં આવી હતી. બેડમિન્ટન મેન્સ ડબલ્સના ગ્રુપ સીમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી છે.
ભારતીય જોડી માટે મેડલ માટે છેલ્લી મેચ જીતવી જરૂરી છે.
પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવનાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વધુ બે મેચ રમવાની હતી, પરંતુ બીજી મેચ રદ થવાને કારણે ભારતીય જોડી હવે માત્ર એક જ મેચ રમશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગે તેમની મેડલની આશા જીવંત રાખવા માટે છેલ્લી મેચમાં જીતીને હારની ભરપાઈ કરવી પડશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગની ભારતીય જોડી તેમની આગામી અને છેલ્લી મેચ 30 જુલાઈ મંગળવારના રોજ ઈન્ડોનેશિયાની અલ્ફિયાન ફજર અને અર્દિયાંતો મુહમ્મદ રિયાનની જોડી સામે રમશે.