શોધખોળ કરો

PM મોદીએ ભારતીય પુરુષ હોકી ટીમની જીત પર અભિનંદન આપ્યા, કહ્યું- આ દિવસ દરેક ભારતીયની યાદમાં રહેશે

આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. 

આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતની શાનદાર જીત પર પ્રધાન મંત્રી મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીનું ટ્વીટ

વર્તમાન વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી અને જર્મનીએ મેચના પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે આ ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે પાછા આવવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો. પ્રથમ ક્વાર્ટરના અંત બાદ જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. જોકે, ભારતના ગોલકીપર શ્રીજેશે આ ક્વાર્ટરમાં કેટલાક શાનદાર બચાવ કર્યા હતા.

ટીમ ઇન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી

હાર્દિક સિંહે આ મેચમાં 26 મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. આ પછી, ભારતે ફરી એકવાર શાનદાર વાપસી કરી અને જર્મનીના સંરક્ષણ પર સતત દબાણ રાખ્યું. 28મી મિનિટે તેને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.

ત્રીજા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાએ જર્મની પર પ્રભુત્વ જમાવ્યું હતું

ત્રીજા ક્વાર્ટરમાં, ભારતે મેચ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને જર્મની પર લીડ મેળવી લીધી. ભારતે આ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. રૂપિન્દર પાલ સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર આ ગોલ કરીને ટીમને 4-3થી આગળ કરી દીધી હતી. ત્રણ મિનિટ બાદ 34 મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી.

જર્મની ચોથા ક્વાર્ટરમાં વાપસી કરી

ચોથા ક્વાર્ટરની શરૂઆતથી જર્મનીએ આક્રમક હોકી રમીને ભારત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. જર્મનીએ ચોથો ગોલ ફટકારીને ફરી 5-4ના સ્કોર સાથે આ મેચને રોમાંચક વળાંક પર લાવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ
Gujarat Rain Forecast: 4 જુલાઇથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: 4 જુલાઇથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Forecast: રાજસ્થાન સહિત  દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી બદલાઇ રહ્યો છે રેલવેનો નિયમ, જો આ કામ નહી કરો તો બુક નહીં થાય તત્કાલ ટિકિટ
આવતીકાલથી બદલાઇ રહ્યો છે રેલવેનો નિયમ, જો આ કામ નહી કરો તો બુક નહીં થાય તત્કાલ ટિકિટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સફેદ દૂધનું કાળુ રાજકારણ
Hun To Bolish: હું તો બોલીશ : જંગલી કોણ ?
Hun To Bolish: હું તો બોલીશ : આ ગુંડાઓ કોનુ પાપ ?
Hun To Bolish: હું તો બોલીશ : ડૂબ્યો વિકાસ, જનતા પરેશાન
Kadi Rain : કડીમાં ધોધમાર વરસાદ બાદ ફરી એકવાર અંડર પાસ પાણીમાં ગરકાવ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસ્યો વરસાદ, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ
Gujarat Rain Forecast: 4 જુલાઇથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: 4 જુલાઇથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Forecast: રાજસ્થાન સહિત  દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી બદલાઇ રહ્યો છે રેલવેનો નિયમ, જો આ કામ નહી કરો તો બુક નહીં થાય તત્કાલ ટિકિટ
આવતીકાલથી બદલાઇ રહ્યો છે રેલવેનો નિયમ, જો આ કામ નહી કરો તો બુક નહીં થાય તત્કાલ ટિકિટ
ચીન બોર્ડર પર વધી IAFની તાકાત, ભારતે બનાવી નોર્થ ઈસ્ટની પ્રથમ ઈમરજન્સી સ્ટ્રિપ!
ચીન બોર્ડર પર વધી IAFની તાકાત, ભારતે બનાવી નોર્થ ઈસ્ટની પ્રથમ ઈમરજન્સી સ્ટ્રિપ!
લફરાબાજ પત્ની બનેવી સાથે થઇ ગઇ ફરાર, પતિએ પત્નીને શોધવા જાહેર કર્યું ઈનામ
લફરાબાજ પત્ની બનેવી સાથે થઇ ગઇ ફરાર, પતિએ પત્નીને શોધવા જાહેર કર્યું ઈનામ
IND vs ENG: હાર બાદ ઈગ્લેન્ડ માટે સારા સમાચાર, ICCએ આખી ટીમ વિરુદ્ધ કરી કાર્યવાહી
IND vs ENG: હાર બાદ ઈગ્લેન્ડ માટે સારા સમાચાર, ICCએ આખી ટીમ વિરુદ્ધ કરી કાર્યવાહી
Kolkata Gang Rape: આરોપી મનોજીત પાસે હતું લૉ કોલેજના CCTV કેમેરાનું એક્સેસ, બ્લેકમેઇલિંગમાં કરતો ઉપયોગ
Kolkata Gang Rape: આરોપી મનોજીત પાસે હતું લૉ કોલેજના CCTV કેમેરાનું એક્સેસ, બ્લેકમેઇલિંગમાં કરતો ઉપયોગ
Embed widget