Tokyo Olympic: ભારતીય મહિલા ટીમે ‘કરો યા મરો’ મેચમાં આયરલેન્ડને 1-0થી હરાવ્યુ, છેલ્લી 3 મિનીટમાં રાનીએ ફટકાર્યો વિનિંગ ગૉલ
આયરલેન્ડ વિરુદ્ધ મેચમાં ભારતીય મહિલા હૉકી ટીમ માટે જીત નોંધાવવી જરૂરી હતી, કેમકે ભારત માટે આ કરો યા મરો નો મુકાબલો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ આક્રમક હૉકીની રમત રમી.
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકની ટર્ફ પર ભારતની પુરુષ હૉકી ટીમની ધમાલ તો ચાલુ છે, ભારતની મહિલા હૉકી ટીમે (India’s Womens Hockey Team) પણ આયરલેન્ડ (Ireland)ને હરાવીને દેશની આશાઓને જીવંત રાખી છે. આયરલેન્ડ વિરુદ્ધ ભારતની મહિલા હૉકી ટીમે પોતાની મેચ 1-0થી જીતી છે. આ જીત ભારતને ચોથા ક્વાર્ટરમાં મળી. મેચમાં જ્યારે છેલ્લી 3 મિનીટ બચી હતી તે સમયે ભારત માટે આ ગૉલ રાની રામપાલ (Rani Rampal)ના સ્ટિકથી નીકળ્યો. આ જીતની સાથે જ ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓને જીવતી રાખી છે.
આયરલેન્ડ વિરુદ્ધ મેચમાં ભારતીય મહિલા હૉકી ટીમ માટે જીત નોંધાવવી જરૂરી હતી, કેમકે ભારત માટે આ કરો યા મરો નો મુકાબલો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ આક્રમક હૉકીની રમત રમી. પહેલા 3 ક્વાર્ટર સુધી ગૉલ ફટકારવાની તેમની દરેક કોશિશ નાકામ રહી. ભારતે આયરલેન્ડ વિરુદ્ધ 14 પેનલ્ટી કોર્નર ગુમાવ્યા, પરંતુ છેવટે મેચ જ્યારે પોતાની છેલ્લી 3 મિનીટમાં હતી, તો અનુભવી રાની રામપાલે ગૉલ ફટકારીને ટીમને જીત અપાવી દીધી.
રાનીના ગૉલતી ભારતે લખી જીતની કહાની-
જીત આયરલેન્ડ માટે પણ જરૂરી હતી. આ માટે છેલ્લી ક્ષણોમા જ્યારે રાની રામપાલે ગૉલ ફટકાર્યો તો આયરલેન્ડની ટીમ બોખલાઇ ગઇ અને તેને ભારતીય ગૉલ પૉસ્ટ પર હુમલો કરી દીધો હતો. આ કોશિશમાં તેને પોતાના ગૉલકીપરને પણ લગાવી દીધો. પરંતુ ગૉલ કરીને તેમના તમામ હથકંડાને નિષ્ફળ બનાવી દીધા. આ પહેલા દાદ આપવી પડશે આયરલેન્ડના ગૉલકીપરને, જેને પોતાના કમાલના પ્રદર્શનથી ભારતના દરેક એટેકને નિષ્ફળ બનાવી દીધો. ભારતને આ મેચમાં 14 પેનલ્ટા કોર્નર મળ્યા હતા, એટલે કે જો આને તે કરી શકતા તો સારા એવા ગૉલ થઇ શકતા હતા, પરંતુ આયરિશ ગૉલકીપરે આમ થવા ના દીધુ.
આ રીતે બનશે ક્વાર્ટર ફાઇનલની રાહ-
હવે ભારતીય મહિલા હૉક ટીમને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે પોતાની નેક્સ્ટ ગૃપ મેચ શનિવારે સાઉથ આફ્રિકા સામે જીતવી પડશે. સાથે જ એ પણ દુઆ કરવી પડશે કે આયરલેન્ડ પોતાની છેલ્લી ગૃપ મેચમાં હારે. જો આમ થાય છે તો ભારત ક્વાર્ટર ફાઇલનની ટિકીટ પાક્કી કરી લેશે.