(Source: Poll of Polls)
India Medal Tally, Olympic 2020: કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો બીજો સિલ્વર મેડલ, ભારતને અત્યાર સુધી મળ્યા પાંચ મેડલ
ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 14મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 5 મેડલ આવ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે. અમેરિકા 29 ગોલ્ડ, 35 સિલ્વર અને 27 બ્રોન્ઝ એમ 91 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 34 ગોલ્ડ, 24 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 74 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 22 ગોલ્ડ, 10 સિલ્વર અને 14 બ્રોન્ઝ એમ મળી કુલ 46 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી બીજો સિલ્વર મેડલ ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ જીત્યો હતો. તેનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો. આ મુકાબલામાં રવિ દહિયાનો 4-7થી પરાજય થયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે.
તે સિવાય ભારતના કુસ્તીબાજ દીપક પુનિયા મેડલની રેસમાંથી બહાર થઇ ગયા હતા. 86 કિલોગ્રામ કેટેગરીમાં એમ.એન. અમિન સામે દીપકનો પરાજય થયો હતો. દીપકનો 4-2થી પરાજય થયો છે. અગાઉ અમેરિકાના ડી.એમ. ટેલર લી સામે પરાજય થયો હતો. સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો.
આજે દેશ માટે સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ભારતીય પુરુષ હોકી ટીમે પણ આપી હતી. ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.