Tokyo Olympics 2020: સેમી ફાઈનલમાં ભારતીય હોકી ટીમની બેલ્જિયમ સામે હાર, 5-2થી ગુમાવી મેચ
ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે.
હોકી સેમીફાઈનલમાં ભારતની હાર થઈ છે. સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2ની બરાબરી પર હતી. ત્રીજા ક્વાર્ટમરાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે ત્રણ ગોલ ફટાકરીને મેચમાં 5-2થી જીત મેળવી હતી.
ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. અને ટોક્યો ઓલંપિકમાં બેલ્જિયમની ટીમે 6 મેચોમાં 29 ગોલ કર્યા છે. જો કે બેલ્ઝિયમ સાથે ભારચીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારૂ રહ્યુ છે.
વર્ષ 2019માં બેલ્ઝિયમના પ્રવાસ સમયે ભારતીય ટીમે બેલ્જિયમને 2 0, 3 1 અને 5 1થી હરાવ્યું હતું. સાથે જ આ વર્ષે માર્ચમાં રમાયેલ મેચમાં પણ ભારતીય ટીમે બેલ્જિયમને 3 2થી મ્હાત આપી હતી. આમ બેલ્ઝિયમ સામે રમાયેલ પાંચમાંથી ચાર મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.
ઓલંપિકમાં પણ પણ ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ઓલંપિક ટૂનાર્મંટમાં ભારતીય હોકી ટીમે 8 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 1980માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ 1980 બાદ પ્રથમ વખત મેડલ જીતવાથી ભારત એક જીત દૂર છે.
પીએમ મોદીએ પણ મેચ દરમિયાન શુભેચ્છા પાઠવી
રમતોના મહાકુંબ ઓલિમ્પિકમાં ભારત આજે સેમીફાઈનલમાં બેલ્જિયમ સામે રમી રહ્યું છે. સમગ્ર દેશ આ રોમાંચક મેચને જોઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભારતને જીત માટે શુભેચ્છા આપી છે.
I’m watching the India vs Belgium Hockey Men’s Semi Final at #Tokyo2020. Proud of our team and their skills. Wishing them the very best!
— Narendra Modi (@narendramodi) August 3, 2021
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. અમને આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”
ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં જ તેણે દિલપ્રીત સિંહના ગોલ સાથે આગેવાની લીધી હતી. આ પછી, બીજા ક્વાર્ટરમાં ગુરજંત સિંહના ગોલથી લીડ બમણી થઈ ગઈ. અડધા સમય સુધી સ્કોર ભારતની તરફેણમાં 2-0 રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિની લગભગ એક મિનિટ પહેલા બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યો નહીં. આ ક્વાર્ટરની સમાપ્તિની થોડી ક્ષણો પહેલા, બ્રિટનને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો જે તેણે સ્કોર 1-2 બનાવી દીધો.
ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોચ્યું છે. આ પહેલા 1972 મ્યુનિખ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, ભારતે 1980માં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિકમાં ભારતને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે વાસુદેન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું અને 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં પાંચમાં સ્થાને રહ્યા બાદ તેનાથી સારૂ પ્રદર્શન કરી શકી નહીં.