Tokyo Olympics 2020 : બોક્સર લવલિનાની સેમિફાઇનલમાં હાર, બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતીય બોક્સર લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. તુર્કીની Busenaz Sürmeneli સામે 0-5થી હાર થઈ છે.
#TokyoOlympics: ભારતીય બોક્સર લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. તુર્કીની Busenaz Sürmeneli સામે 0-5થી હાર થઈ છે.
#TokyoOlympics: Indian boxer Lovlina Borgohain (in file photo) wins bronze medal, loses to Busenaz Sürmeneli of Turkey 0-5 in women's welterweight (64-69kg) semifinal match pic.twitter.com/toTXgIk6b1
— ANI (@ANI) August 4, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક પછી એક નિરાશાજનક સમાચાર વચ્ચે ભારતીય બોક્સર લવલિના બોરગોહેને ભારત માટે મેડલની આશા ઉભી કરી હતી. ભારતીય બોક્સર લવલિના બોરગોહેને પોતાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ રીતે લવલીનાએ પોતૈનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે ગોલ્ડ અથવા સિલ્વર મેડલથી એક જ મેચ દૂર હતી પણ સેમી ફાઈનલમા હારતાં ભારતીય બોક્સર લવલિના બોરગોહેનને હવે બ્રોન્ઝ મેડલ મળશે.
લવલિના બોરગોહેને 30 જુલાઈએ ચાઈનીઝ ચાઈનીઝ તાઈપેઈની નિએન-ચીન ચેનને હરાવીને સેમી ફાઈનલમાં ર્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં જીતીને લવલિના બોરગોહેને ભારત માટે મેડલ પાકો કરી દીધો હતો.
રસપ્રદ વાત એ છે કે, 23 વર્ષની લવલિના બોરગોહેન પહેલાં કિક બોક્સિંગ કરતી હતી પણ પછી કિક બોકેસિંગ છોડીને બોક્સિંગમાં આવી છે. આસામના ગોલાઘાટની માત્ર 23 વર્ષની લવલિના બોરગોહેને બોક્સિંગ અપનાવ્યા પછી મેડલની તક ઉભી કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે.
મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. નાદિને ન્યરોસાયન્સમાં પીએચ.ડી. થયેલી છે. લવલિનાએ આ મેચ સ્પ્લિટ ડિસિજનથી 3-2થી જીતી હતી. . ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.