ઓલિમ્પિક્સમાં ખેલદિલીનું શ્રેષ્ઠ ઉદાહરણ, હરીફ ઈજાગ્રસ્ત થતાં ખેલાડીએ તેને પણ ગોલ્ડ મેડલ આપવા કહ્યું ને........
કતારના એથ્લીટ મુતાજ એસ્સા બારશિમ આ નિર્ણયથી તમા કરતા એક પગલું આગળ નીકળી ગયો છે. તેને ઓલિમ્પિક ગોલ્ડ સાથે માનવતાનું મેડલ પોતાના નામ કરી લીધુ છે,
નવી દિલ્હીઃ અત્યારે દુનિયાની સૌથો મોટો રમતોત્સવ ઓલિમ્પિક્સ ચાલી રહ્યો છે, ઓલિમ્પિક્સમાં દરેક ખેલાડી અને એથ્લેટનુ સપનુ ગૉલ્ડ સાથે ઓલિમ્પિકને પુરુ કરવાનુ હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિકમાં એક ખેલદિલીનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યુ છે, અહીં રમત દરમિયાન એક એથ્લેટનો હરીફ ઈજાગ્રસ્ત થતાં તે એથ્લેટે તેને પણ ગોલ્ડ મેડલ આપવા કહ્યું, એટલુ જ નહીં છેવટે બન્ને જણાએ ગૉલ્ડ સાથે રમત પુરી કરી હતી.
કતારના એથ્લીટ મુતાજ એસ્સા બારશિમ આ નિર્ણયથી તમા કરતા એક પગલું આગળ નીકળી ગયો છે. તેને ઓલિમ્પિક ગોલ્ડ સાથે માનવતાનું મેડલ પોતાના નામ કરી લીધુ છે, તેને વિશ્વભરના રમત પ્રેમિયોનું દિલ જીતી લીધુ છે. આ ઘટના ફાઈનલ મેચમાં બની હતી, જ્યાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઈટાલીના ગિયાનમાર્કો તાંબેરી બહાર થઇ ગયો અને બાદમાં તેને પણ ગોલ્ડ અપાવ્યો હતો.
મુતાજ એસ્સા બારશિમ અને ઇટાલીના ગિયાનમાર્કો તાંબેરી વચ્ચે ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષોના હાઈ જમ્પ ઈવેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. બારશિમ અને અને તાંબેરી બન્ને 2.37 મીટરની ઊંચી કૂદ લગાવી હતી અને એક સાથે બન્ને પ્રથમ નંબર પર રહ્યા. ત્યાર બાદ ઈવેન્ટના અધિકારીઓએ બન્નેને વધુ ત્રણ-ત્રણ જંપ લગાવવા કહ્યું. બન્ને પૈકી કોઈ પણ એથ્લીટ આ ત્રણ જંપમાં 2.37 મીટરથી ઉપર કૂદી શક્યો નહીં. જ્યારે એક્સ્ટ્રા જંપ બાદ પણ વિજેતા અંગે નિર્ણય કરી શકાયો નહીં તો અધિકારીએ તેમને વધુ એક-એક વખત જંપ લગાવવા કહ્યું. પણ ત્યાં સુધી એથ્લિટ તાંબેરી ઈજાગ્રસ્ત થઈ ચુક્યો હતો. પગમાં ઈજાને લીધે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. હવે બારશિમ પાસે તક હતી કે તે એક સારો જંપ લગાવે અને ગોલ્ડ પોતાના નામ કરી લે.
પરંતુ જીતનો મોકો હોવા છતાં મુતાજ એસ્સા બારશિમ ખેલદિલી બતાવી. તાંબેરી એથ્લીટ બહાર થયા બાદ બારિશમે અધિકારીને પૂછ્યું કે જો તે પણ પોતાનું નામ પાછું ખેચી લેશે તો શું થશે. અધિકારીએ રુલ બૂક તપાસી અને કહ્યું-જો તમે પણ નામ પરત લો છો તો અમારે બન્નેને ગોલ્ડ આપવાનો રહેશે. બારશિમે ત્યારબાદ અંતિમ જંપથી પોતાનું નામ પાછું લઈ લીધું અને ત્યાર બાદ બન્નેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. બારશિમે પોતાના આ ઐતિહાસિક નિર્ણયથી ખેલ જગત પર જોરદાર છાપ ઉભી કરી અને દુનિયાભરના એથ્લેટ્સ અને રમતપ્રેમીઓ વચ્ચે છવાઇ ગયો હતો.