(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Olympics 2020 Live: બેડમિન્ટનમાં પીવી સિંધુની સેમીફાઇનલમાં હાર
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે.
LIVE
Background
Tokyo Olympic 2020: ઓલિમ્પિકમાં સિંધુનો મુકાબલો શરુ થઈ ગયો છે. 11-8થી આગળ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.
પીવી સિંધુની સેમીફાઈનલમાં હાર
ચાઇનીઝ તાઈ પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલો સેટ 18-21થી હારી ગઈ હતી. સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-12થી હરાવી દીધી હતી.
બેડમિન્ટનમાં પીવી સિંધુ સેમીફાઇનલમાં હાર
બેડમિન્ટનમાં પીવી સિંધુ સેમીફાઇનલમાં હાર થઈ છે. ચાઇનીઝ તાઇપેઇની તાઇ ત્ઝુ-યિંગ વચ્ચે 2020 ટોક્યો ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં મુકાબલો હતો.
તાઈએ સિંધુ પર 18-10 લીડ બનાવી
સિંધુના હાથમાંથી મેચ જતી હોય તેમ લગી રહ્યું છે. તાઈએ સિંધુ પર 18-10 લીડ બનાવી લીધી છે.
તાઈ 13-8થી આગળ
ચીની ખેલાડી તાઈ 13-8થી આગળ છે.
તાઈએ પ્રથમ સેટમાં 21-18થી જીત મેળવી
બેડમિન્ટનના રોમાંચક મુકાબલામાં તાઈએ પ્રથમ સેટમાં 21-18થી જીત મેળવી