Tokyo Paralympics 2020: મનીષ નરવાલે સાધ્યું ગોલ્ડ પર નિશાન, સિંઘરાજે જિત્યો સિલ્વર મેડલ, ભારતે મળ્યાં કુલ ત્રણ ગોલ્ડ
ટોકિયો પેરા ઓલિમ્પિકમાં ભારતે વધુ એક ગોલ્ડ મેળવ્યો, મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો .. એજ ઈવેન્ટટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
Tokyo Paralympics 2020: ટોકિયો પેરા ઓલિમ્પિકમાં પેરાલિમ્પિકમાં ભારતે વધુ એક ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ... એક જ ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં.
પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડ... મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો .. એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ... એક જ ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. 19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી છે. મનીષ નરવાલે ભારતને ટોકિયો પેરાઓલ્મિપિકમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ આપાવ્યો છે.
News Flash: GOLD & Silver medal for India!
— India_AllSports (@India_AllSports) September 4, 2021
Manish Narwal wins Gold; Singhraj Adhana wins Silver in #Paralympics Mixed 50m pistol SH1 event.
15 medals for India now 🥳🥳 pic.twitter.com/kZHuCivRyU
મનિષ નરવાલેની શરૂઆત ખૂબ ધીમી રહી. એક સમય તો એવો પણ આવ્યો કે તે છઠ્ઠા સ્થાન પર પહોચી ગયા હતા. જો કે ત્યારબાદ તેમણે વાપસી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અચૂક નિશાન સાંધતા ગોલ્ડ પર કબ્જો કર્યો. તો 39 વર્ષીયના શૂટર સિંધરાજ શરૂઆતથી જ ટોપ 3માં હતા.
ભારતના તીરંદાઝ હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જિત્યો. તીરંદાજી (Archery) માં ભારતને આ પહેલો મેડલ છે.
હરવિંદર સિંહે રચ્યો ઇતિહાસ
હરવિંદર સિંહે કોરિયાઇ શૂટર 6-5થી પાછળ છોડતા મેડલ અપાવ્યો. તેમણે જર્મનના મૈક સ્જાર્સર્જેવ્સ્કીએ 6-2થી હરાવીને આ ઇવેન્ટના સેમિફાઇલનમાં સ્થાન મેળવી લીધું છે. ત્યારબાદ ફાઇનલમાં તેમણે શૂટ ઓફમાં જીત મેળવી.PM મોદીએ આપી શુભકામનાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું. “હરવિંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કર્યું.જેના કારણે જ ભારતને 13મો મેડલ મળ્યો. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા પર મુબારકબાદ, અમને તેમના પર ગર્વ છે અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના.