(Source: ECI/ABP News/ABP Majha)
India Schedule, Tokyo Paralympic 2020: પ્રાચી યાદવ, અરવિંદ મલિક અભિયાનની કરશે શરૂઆત
India Schedule, Tokyo Paralympic 2020 Matches List:ટોક્યો પેરાલિમ્પિકમાં આવતીકાલે ભારત માટે ખૂબ સારો રહે તેવી સંભાવના છે. એથ્લેટિક્સ મેન્સ શોર્ટ પુટ એફ 35ની ફાઇનલમાં એ.અરવિંદ પર તમામની નજર રહેશે
ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારત માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ભારતે આજે એક પણ મેડલ જીત્યો નહોતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં આવતીકાલે ભારત માટે ખૂબ સારો રહે તેવી સંભાવના છે. એથ્લેટિક્સ મેન્સ શોર્ટ પુટ એફ 35ની ફાઇનલમાં એ.અરવિંદ પર તમામની નજર રહેશે. તે સિવાય શૂટિંગમાં મિક્સ્ડ 25મીટર પિસ્તોલ એસએચ1 ક્વોલિફિકેશનમાં આકાશ નસીબ અજમાવશે. ઉપરાંત Canoe sprintમાં મહિલા વીએલ2 હિટ્સમાં પ્રાચી યાદવ પણ મેદાનમાં ઉતરશે.
Taekwondoમાં મહિલા 49 કિલોગ્રામ કે44 સ્પર્ધાના રાઉન્ડ 16માં ભારતના એ.એસ.તનવર સર્બિયાના ડી.જોકોવિચ સામે ટકરાશે. રોડ સાયકલિંગ વુમન્સ રોડ રેસ સી 4-5 ફાઇનલ રમાશે તે સિવાય રોડ સાયકલિંગ મેન્સ રોડ રેસ સી 1-3ની ફાઇનલ પણ રમાશે. બેડમિન્ટન ડબલ્સ એસએલ-એસયુ ગ્રુપ બીમાં ભારતની પલક કોહલી અને પારૂલ પરમાર ચીનના ખેલાડી સામે ટકરાશે. બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સ એસએલ4માં ભારતના એસ.સથીરાજ જર્મનીના જે.એન પોટ સામે ટકરાશે.
મહત્વનું છે કે ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 68 ગોલ્ડ, 43 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ સાથે 147 મેડલ જીત્યા છે. બીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી છે તેણે 32 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 37 બ્રોન્ઝ મેડલ સાથે 89 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે. જેણે 30 ગોલ્ડ મેડલ,24 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.