India Schedule, Tokyo Paralympic 2020: આવતી કાલે ભારતને મળી શકે છે બે ગોલ્ડ
ભારત ટોક્યો પેરાલિમ્પિક્સના 12માં દિવસની શરૂઆત મિક્સ્ડ 50 મીટર રાઇફલ પ્રોન એસએચ 1 ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે કરશે, જ્યાં સિદ્ધાર્થ બાબુ અને દીપક અવની લેખારા સાથે સ્પર્ધા કરશે.
Tokyo Paralympics 2020: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા. હવે આવતી કાલે ટોક્યો પેરાલિમ્પિકનો છેલ્લો દિવસ છે. ભારત ટોક્યો પેરાલિમ્પિક્સના 12માં દિવસની શરૂઆત મિક્સ્ડ 50 મીટર રાઇફલ પ્રોન એસએચ 1 ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે કરશે, જ્યાં સિદ્ધાર્થ બાબુ અને દીપક અવની લેખારા સાથે સ્પર્ધા કરશે, જેમણે પહેલા જ ગેમ્સમાં બે મેડલ મેળવ્યા છે.
આવતી કાલે બેડમિન્ટન મેન્સ સિંગલની SH6 સ્પર્ધામાં ભારતનો ક્રિષ્ના નાગર ગોલ્ડ મેડલ માટે રમશે. તેણે ગ્રેડ બ્રિટનના ક્રિસ્ટિન કૂમ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બેડમિન્ટનની મિક્સ્ડ ડબલ SL3-SU5 સેમિફાઇનલમાં પ્રમોદ ભગત અને પલક કોહનીનો પરાજય થયો હતો. હવે આવતી કાલે તેઓ બ્રોન્ઝ માટે રમશે. બેડમિન્ટન મેન્સ સિંગલ SL4 સેમિફાઇનલમાં તરુણ દિહલોનનો પરાજય થયો છે. હવે તેને બ્રોન્ઝ માટે રમવું પડશે. બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4માં સુહાસ એલ. યથિરાજનો વિજય થયો છે. હવે તે આવતી કાલે ગોલ્ડ માટે રમશે.
સપ્ટેમ્બર 5ની મેચનું ટાઇમ ટેબલ
6:00 a.m.- Shooting- R6 - મિક્સ્ડ 50 મીટર રાઇફલ પ્રોન એસએચ 1 ઇવેન્ટ, સિદ્ધાર્થ બાબુ, દીપક અને અવની લેખારા
6:15 a.m.- Badminton- બેડમિન્ટન મેન્સ સિંગલ SL4 સેમિફાઇનલ- તરુણ દિહલોન બ્રોન્ઝ માટે રમશે
6:15 a.m.- Badminton- બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4, સુહાસ એલ. યથિરાજ ગોલ્ડ માટે રમશે.
8:00 a.m.- Badminton- બેડમિન્ટન મેન્સ સિંગલની SH6 સ્પર્ધા- ક્રિષ્ના નાગર ગોલ્ડ મેડલ માટે રમશે.
8:00 a.m.- Shooting- R6 - મિક્સ્ડ 50 મીટર રાઇફલ પ્રોન એસએચ 1 ફાઇનલ, સિદ્ધાર્થ બાબુ, દીપક અને અવની લેખારા ( ક્વોલિફાઇ થાય તો)
8:45 a.m.- Badminton-બેડમિન્ટન ડબલ એસએલ3-એસયુ5- પ્રમોદ ભગત-પલક કોહલી બ્રોન્ઝ માટે રમશે.
ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટનની સિંગલ એસએલ3માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું. જ્યારે આ જ શ્રેણીમાં મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને ખેલાડી મેડલ જીતવાની સાથે જ તેમના વતનમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.
આ પહેલા આજે સવારે મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો અને એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. એક જ ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. 19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી હતી જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી હતી.
મનિષ નરવાલેની શરૂઆત ખૂબ ધીમી રહી. એક સમય તો એવો પણ આવ્યો કે તે છઠ્ઠા સ્થાન પર પહોચી ગયા હતા. જો કે ત્યારબાદ તેમણે વાપસી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અચૂક નિશાન સાંધતા ગોલ્ડ પર કબ્જો કર્યો. તો 39 વર્ષીયના શૂટર સિંધરાજ શરૂઆતથી જ ટોપ 3માં હતા.
ભારતના તીરંદાઝ હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જિત્યો. તીરંદાજી (Archery) માં ભારતને આ પહેલો મેડલ છે.હરવિંદર સિંહે કોરિયાઇ શૂટર 6-5થી પાછળ છોડતા મેડલ અપાવ્યો. તેમણે જર્મનના મૈક સ્જાર્સર્જેવ્સ્કીએ 6-2થી હરાવીને આ ઇવેન્ટના સેમિફાઇલનમાં સ્થાન મેળવી લીધું છે. ત્યારબાદ ફાઇનલમાં તેમણે શૂટ ઓફમાં જીત મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું. “હરવિંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કર્યું.જેના કારણે જ ભારતને 13મો મેડલ મળ્યો. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા પર મુબારકબાદ, અમને તેમના પર ગર્વ છે અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના.