India Schedule, Tokyo Paralympic 2020: ભારતીય એથલિટ મરિયપ્પન થંગાવેલુની નજર ગોલ્ડ પર રહેશે
India Schedule, Tokyo Paralympic 2020 Matches List:ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો.ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા
ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સિવાય ભાલા ફેંકમાં સુમિતે પણ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત છે. પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બરછી ફેંક F45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે સિવાય ડિસ્ક્સ થ્રોની F56 સ્પર્ધામાં યોગેશ કઠુનિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિકમાં 31 ઓગસ્ટનો દિવસ પણ ભારતને માટે ખાસ રહેશે. દિવસની શરૂઆતમાં મહિલા 10મીટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશનમાં આર ફ્રેન્સિસ નસીબ અજમાવશે. તે સિવાય Women's shot put F34 કેટેગરીની ફાઇનલમાં બી.એમ જાધવ પર તમામની નજર રહેશે.
પુરુષ હાઇજમ્પ ટી63ની ફાઇનલમાં M Thangavelu ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરશે. તે સિવાય પુરુષ રોડ ટાઇમ ટ્રાયલ સી2 અને મહિલા રોડ ટાઇમ ટ્રાયલ સી5ની ફાઇનલ રમાશે. આવતીકાલે સાંજે વ્હીલચેર બાસ્કેલબોલની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને નાઇઝિરીયા એકબીજા સામે ટકરાશે. ટેબલ ટેનિસમાં મહિલા ટીમ ક્લાસ 4-5ની ક્વાર્ટર ફાઇનલ ટીમ ઇન્ડિયા ચીન સામે ટકરાશે. આર્ચરીમાં પુરુષ કમ્પાઉન્ડ 1/8 એલિમેશન રાઉન્ડમાં આર.કુમાર સ્લોવાકિયાના M. Marecake સામે ટકરાશે. શૂટિંગમાં મેન્સ 10મીટર એર પિસ્તોલ SH1 ક્વોલિફિકેશનમાં એમ.નરવાલ પર નજર રહેશે.
ભારતે આજે જીત્યા પાંચ મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.