રાહુલની બેટિંગમાં ટેકનીકની ખામી જોવા મળી રહી છે જેના કારણે અંદર આવતો બોલ તેના બેટ અથવા ઇન્સાઈડ એજ થઈને વિકેટ પડી જાય છે અથવા તો એલબીડબલ્યૂ આઉટ થઈ જાય છે.
3/5
છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગમાં આ 10મી ઇનિંગ છે જ્યારે રાહુલ એલબીડબલ્યૂ અથવા બોલ્ડ થયો હોત. રાહુલ માત્ર 2 રન જ બનાવી શક્યો. છેલ્લા અનેક ઇનિંગમાં રાહુલની એક નબળાઈ સામે આવી છે જેનો વિરોધી ટીમ ખૂબ ફાયદો ઉઠાવી રહી છે. ઇંગ્લેન્ડ, વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ સીરીઝમાં રાહુલ અંદર આવતા બોલ પર મુશ્કેલીનો સામો કરતો જોવા મળ્યો છે.
4/5
ઈનિંગની ત્રીજી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે પોતાના એક સુંદર ઇનસ્વિંગ બોલ પર મુરલી વિજયને 0 પર બોલ્ડ કર્યો. લંચ બાજ જોશ હેઝલવુડે ભારતને બીજો ઝાટકો આપ્યો. કેએલ રાહુલ હેજલવુડની બોલિંગ પર બોલ્ડ થઈ ગયો.
5/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાઈ રહેલ બીજા ટેસ્ટ મેચમાં ભારત વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં 326 રનનો સ્કોર કર્યો છે. ત્યાર બાદ ભારતે ઇનિંગની શરૂઆત કરતાં જ ઓપનરોએ ભારતને નિરાશ કર્યા હતા અને 8 રનના સ્કોર પર જ વિજય અને રાહુલ બન્ને આઉટ થઈ ગયા હતા.