શોધખોળ કરો
Advertisement
એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપઃ પાકિસ્તાનના છ રેસલરોને મળ્યા ભારતના વિઝા
તોમરે કહ્યું કે, મહાસંઘના સામૂહિક પ્રયાસ બાદ પાકિસ્તાની રેસલરોને વીઝા આપવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ભારતીય રેસલીંગ ફેડરેશન રવિવારે કહ્યુ કે, નવી દિલ્હીમાં 18થી23 ફેબ્રુઆરી સુધી યોજાનારી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમા પાકિસ્તાનની રેસલર ભાગ લેશે. ડબલ્યૂએફઆઇના સહસચિવ વિનોદ તોમરે કહ્યું કે, મહાસંઘના સામૂહિક પ્રયાસ બાદ પાકિસ્તાની રેસલરોને વીઝા આપવામાં આવ્યા છે. તેમણે ચીની પહેલવાનોને લઇને કહ્યુ કે, તેમને સોમવાર સુધી રાહ જોવી પડશે.
તોમરે કહ્યુ કે, આઇએએનએસએ કહ્યું કે, મેં શુક્રવારે રમતગમત સચિવ રાધેશ્યામ ઝુલનિયા સાથે મુલાકાત કરી હતી અને તેમણે આ મામલાને તત્કાળ ગૃહ સચિવ સમક્ષ ઉઠાવ્યો હતો. આ પ્રક્રિયામાં થોડો સમય લાગ્યો કારણ કે શનિવારે દૂતાવાસમાં તેમના માટે વિઝા કરવાનો આદેશ આપ્યો હતો. આઇઓએનાન અધ્યક્ષ નરિંદર બત્રાએ પણ આ માટે ઘણા પ્રયાસ કર્યા અને પાકિસ્તાની દળને શનિવારે વિઝા મળ્યા જ્યારે આ દિવસે મોટેભાગે સરકારી ઓફિસો બંધ રહે છે. વિઝા મળ્યા બાદ હવે પાકિસ્તાનના છ સભ્યો એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ભારત આવશે. પાકિસ્તાની ખેલાડીઓ 18 ફેબ્રુઆરીના રોજ ભારત આવશે. જેમાં છ એક રેફરી, એક કોચ અને ચાર રેસલર સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement