શોધખોળ કરો
Advertisement
US Open 2020: સેરેનાએ વિલિયમ્સે બનાવ્યો રેકોર્ડ, 12મી વખત યૂએસ ઓપન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
સેમીફાઈનલમાં પહોંચવા માટે સેરેનાનો મુકાબલો બુલ્ગારિયાની સ્વેતાના પિરિનકોવા સાથે થશે.
US Open 2020: યૂએસ ઓપનમાં અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે મારિયા સકારી વિરુદ્ધ ત્રણ સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચમાં વિજેતા બની છે. આ જીત સાથે સેરેના સતત 12મી વખત યૂએસ ઓપન ટેનિસ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી ખેલાડી બની ગઈ છે.
ખાલી પડેલા આર્થર એસ સ્ટેડિયમમાં સેરેનાએ ખુદ પોતાનો ઉત્સાહ વધાર્યો અને યૂનાનની સકારીને 6-3, 6-7 (6), 6-3થી હરાવવામાં સફળ રહી હતી. સકારીએ વેસ્ટર્ન એન્ડ સદર્ન ઓપનમાં સેરેનાને પરાજિત કરી હતી. સેરેનાએ કહ્યું કે, મને લાગે છે કે, દર્શકો હોય કે ના હોય હું ઘણું બોલું છું. હું ખૂબજ ઝનૂની છું. આ મારું કામ છે. હું આ રીતે પોતાનો જૂસ્સો વધારું છું.
સેમીફાઈનલમાં પહોંચવા માટે સેરેનાનો મુકાબલો બુલ્ગારિયાની સ્વેતાના પિરિનકોવા સાથે થશે. બાળકોના જન્મના કારણે ત્રણ વર્ષ સુધી બહાર રહ્યા બાદ વાપસી કરનારી 32 વર્ષીય પિરિનકોવાએ એલિઝ કોર્નેટ પર 6-4, 7-6 (5), 6-3 જીત નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion