શોધખોળ કરો
Advertisement
આ પાકિસ્તાની બોલરે સચિનને કર્યો હતો લોહીલુહાણ, યાદ આવી જૂની દુશ્મની, જાણો વિગત
15 નવેમ્બર, 1989ના રોજ કરાચીના મેદાન પર ભારતના સચિન તેંડુલકર અને પાકિસ્તાનના વકાર યુનુસે ઈન્ટરનેશલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ મેદાન પર એકબીજાના વિરોધી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસ સારા મિત્રો છે. તાજેતરમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 દરમિયાન આ બંને એક સાથે કોમેન્ટ્રી બોક્સમાં સાથે નજરે પડ્યા હતા. વકારે તાજેતરમાં સચિનના ડેબ્યૂને યાદ કરતાં ટ્વિટર પર લખ્યું, હું 1989માં સિયાલકોટમાં સચિનની નાની ઈનિંગને કયારેય ન ભૂલી શકું. જે બાદ 1999માં ચેન્નઈમાં તેની સદી યાદગાર હતી.
જે બાદ સચિને ટ્વિટ કરીને વકારને ધન્યવાદ કહ્યું. 15 નવેમ્બર, 1989ના રોજ કરાચીના મેદાન પર ભારતના સચિન તેંડુલકર અને પાકિસ્તાનના વકાર યુનુસે ઈન્ટરનેશલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં પ્રથમ ઈનિંગમાં પાકિસ્તાને 409 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમ 41 રનમાં 4 વિકેટ ગુમાવી ચુકી હતી. પ્રભાકરની વિકેટ પડ્યા બાદ સચિન મેદાનમાં આવ્યો. તેણે 24 બોલનો સામનો કર્યો હતો અને બે ફોરની મદદથી 15 રન બનાવ્યા હતા. અઝહરુદીન સાથે તેણે 32 રનની પાર્ટનરશિપ કરી હતી. આખરે વકારે સચિનને બોલ્ડ કર્યો હતો.
આ પ્રવાસ દરમિયાન 1989માં સિયાલકોટમાં રમાયેલી મેચમાં સચિન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વકારનો બોલ સચિનના નાક પર વાગ્યો હતો. જેના કારણે તેનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો હતો. જે બાદ સચિને પટ્ટી બાંધીઅને વકાસ યુનુસના બોલ પર બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં તેણે 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. માત્ર 16 વર્ષની વયે સચિને જે હોંસલો દેખાડ્યો તેની આગળ પાકિસ્તાનનું વર્લ્ડકલાસ બોલિંગ આક્રમણ પણ નતમસ્તક થઈ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement