શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ
પીસીબીના એક સુત્રએ જણાવ્યુ કે, ‘‘મહેમાન ટીમને પહેલા બેટિંગ કે ફિલ્ડીંગ પસંદ કરવાનો મોકો મળશે.’’
![આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ pakistan cricket board unique decision of no toss in first class cricket આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/26144114/Tosss-04.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લાહોરઃ ક્રિકેટમાં અનેક પ્રકારના નિયમો સ્થાપિત થયેલા છે, જોકે, કેટલાક નિયમો એવા છે જે દેશના ક્રિકેટ બોર્ડના નિર્ણયથી બદલાઇ પણ શકે છે. હવે આ લિસ્ટમાં ટૉસ ઉછાળવાની પ્રથા પાકિસ્તાનમાંથી કાઢી નાંખવામાં આવી છે. એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટ મેચમાંથી ટૉસ ઉછાળવાની પ્રથાને બાદ કરી દીધી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ઘરેલુ સત્ર ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટૉસ નહીં કરવાના નિર્ણય લીધો છે. પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ફાયદે આઝમ ટ્રૉફી (પ્રથમ શ્રેણી)માં ટૉસ નહીં થાય.
પીસીબીના એક સુત્રએ જણાવ્યુ કે, ‘‘મહેમાન ટીમને પહેલા બેટિંગ કે ફિલ્ડીંગ પસંદ કરવાનો મોકો મળશે.’’
સુત્રો અનુસાર, જો એવી પરિસ્થિતિ ઉભી થઇ, જેમાં બન્ને ટીમો બેટિંગ પર અડી રહેશે તો મેચ રેફરી ટૉસનો સહારો લેશે. વળી, વનડે અને ટી20 સીરીઝને પહેલાની જેમ ટૉસ પ્રણાલીમાં ચાલુ રાખવામાં આવશે.
![આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/26144055/Tosss-01-300x187.jpg)
![આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/26144107/Tosss-03-300x171.jpg)
![આ દેશે ક્રિકેટમાં ટૉસ કરવાની પ્રથા બંધ કરી, બેટિંગ કે ફિલ્ડીંગ નક્કી કરવા હવે વાપરશે આ અનોખો નિયમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/26144101/Tosss-02-300x203.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)