શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના ક્રિકેટરની બે વર્ષની પુત્રીનું કઈ બિમારીથી થયું નિધન, જાણોને આંચકો લાગશે
પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ પોતાની બે વર્ષની દીકરીને ગુમાવી દીધી છે. 19 મેના રોજ જ્યારે આસિફ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની 5મી અને અંતિમ વન-ડે રમી રહ્યો હતો તે દરમિયાન તેને પોતાની પુત્રીના નિધનના સમાચાર મળ્યાં હતાં.
ઈસ્લામાબાદ: પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ પોતાની બે વર્ષની દીકરીને ગુમાવી દીધી છે. 19 મેના રોજ જ્યારે આસિફ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની 5મી અને અંતિમ વન-ડે રમી રહ્યો હતો તે દરમિયાન તેને પોતાની પુત્રીના નિધનના સમાચાર મળ્યાં હતાં. સુત્રો પ્રમાણે, આસિફની દીકરી નૂર ફાતિમાને ચોથા સ્ટેજનું કેન્સર હતું જેની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી.
સોશિયલ મીડિયા પર લોકો તેને સાંત્વના આપવાની સાથે-સાથે એક મજબૂત વ્યક્તિ ગણાવી રહ્યાં છે. રવિવારે હેડિંગ્લે ખાતે રમાયેલી આ મેચમાં આસિફે 22 રન બનાવ્યા હતા. જોકે, તેની ટીમ 54 રનથી આ મેચ હારી ગઈ હતી.
‘ઈસ્લામાબાદ યૂનાઈટેડ’એ પોતાની ટ્વીટમાં લખ્યું હતું, ISLUની સંવેદનાઓ આસિફની સાથે છે જેણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ખૂબ મજબૂત છે અને આપણાં બધાં માટે પ્રેરણા છે.
આસિફે 22 એપ્રિલના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેની પુત્રીને ચોથા સ્ટેજનું કેન્સર છે, જેને સારવાર માટે તે અમેરિકા લઈ ગયો હતો. આસિફને PSLના ચોથા સત્ર દરમિયાન દીકરીની આ બીમારી વિશે ખબર પડી હતી. તે દરમિયાન તે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને ઈસ્લામાબાદ યૂનાઈટેડના કોચ ડીન જોન્સ સામે રડી પડ્યો હતો.
આસિફ પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો નથી. જોકે, ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે બે હાફ સેન્ચુરી લગાવી હતી. હજુ પણ 23 મે પહેલા તેને ટીમમાં શામેલ કરી લેવાય તેવી શક્યતા છે. પાકિસ્તાનની પ્રથમ મેચ 31 મેના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ છે.My daughter is fighting the stage IV cancer and we are taking her to US for her treatment. A big shout out to @usembislamabad and @USCGLahore for issuing the visa to us within an hour. Special thanks to Mike, Elizabeth, Tanveer & @TalhaAisham Bhai. Keep my princess in your Duas!
— Asif Ali (@AasifAli2018) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement