નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યૂનુસને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સની માફી માંગવી પડી છે. માફી માંગવાનું કારણ તેણે રમઝાન દરમિયાન કેક કાપી હોવાનું છે.
2/5
આ ઘટના પર માફી માંગતા વકારે લખ્યું, વસીમ ભાઈના જન્મદિવસ પર કેક કાપવા માટે હું તમામની માફી માંગુ છું. મારે રમઝાન અને રોઝા રાખનારા લોકોનો આદર કરવો જોઈતો હતો. આ ભૂલ માટે હું માફી માંગુ છું.
3/5
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટમાં રવિવારે વસીમ અક્રમના જન્મદિવસ પર વકાર યૂનુસે તેની સાથે મળીને કેક કાપી હતી. જે તેના ફેન્સને પસંદ નહોતું પડ્યું. યૂઝર્સનું કહેવું હતું કે વકારે રમઝાનમાં આવો જશ્ન મનાવવો નહોતો જોઈતો.
4/5
વકારે માફી માંગ્યા બાદ યૂઝર્સ અટક્યા નહોતા. તેમણે કહ્યું કે, વકારે લોકની નહીં પરંતુ અલ્લાહની માફી માંગવી જોઈએ. આ સમગ્ર ઘટના પર વસીમ અક્રમ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.