શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ ભારતીય પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદનો પસંદગીનો છે ખેલાડી, કહી આ મોટી વાત
62 વર્ષીય મિયાંદાદે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, મને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય ટીમમાં મારો પસંદગીનો ક્રિકેટર કોણ છે ?
![આ ભારતીય પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદનો પસંદગીનો છે ખેલાડી, કહી આ મોટી વાત Pakistan former cricketer Javed Miandad said Virat Kohli is my favourite Indian player આ ભારતીય પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદનો પસંદગીનો છે ખેલાડી, કહી આ મોટી વાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/23002546/javed.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસકોમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીનો સમાવેશ થયો છે. મિયાંદાદે કહ્યું કે, કોહલીનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગ્યો છે અને આંકડા તેની સાબિતી આપે છે.
62 વર્ષીય મિયાંદાદે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, મને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય ટીમમાં મારો પસંદગીનો ક્રિકેટર કોણ છે ? પરંતુ તેનો જવાબ છે વિરાટ કોહલી. મારે અંગે વધારે કહેવાની જરૂર નથી તેનું પ્રદર્શન આ વાતનો બોલતો પુરાવો છે. તેના આંકડા આપણી સમક્ષ જ છે.
મિયાંદાદે કહ્યું, કોહલીએ સાઉથ આફ્રિકામાં શાનદાર દેખાવ કર્યો હતો. તેની બેટિંગ જોવી એક લ્હાવો છે. દક્ષિણ આફ્રિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અસમાન પિચ પર તેણે સદી ફટકારી હતી. કોહલી ફાસ્ટ બોલર્સથી ડરે છે કે ઉછાળભરી પિચ પર કે સ્પિનરોનો સામનો સારી રીતે નથી કરી શકતો તેમ ન કહી શકો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેની સરેરાશ 50થી ઉપર છે. જે તેનો ક્લાસ દર્શાવે છે.
મિયાંદાદે એમ પણ કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ભારતીય બેટિંગને સરળ બનાવે છે. બંને વિરોધી ટીમના ઘાતક બોલર્સના છોતરા કાઢવા સક્ષમ છે.
મિયાંદાદે પાકિસ્તાન તરફથી 124 ટેસ્ટમાં 8832 રન બનાવ્યા છે. જ્યારે 223 વન ડેમાં 7381 રન નોંધાવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)