શોધખોળ કરો
ભારત સામે હાર થતા પાકિસ્તાનના કયા ખેલાડીને 6 રાત સુધી ઊંઘ ના આવી, જાણો વિગત
1/4

દુબઇ: એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ કેપ્ટન સરફરાઝ અહમદે એક ખુલાસો કરતા કહ્યું કે, એશિયા કપમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેને છ દિવસ ઊંઘ નહતી આવી. ભારત સામે હાર બાદ પાકિસ્તાનને ફાઈનલમા પહોંચવા માટે બાંગ્લાદેશ સામે અબુધાબીમાં કરો યા મરોની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી. અને પાકિસ્તાન ટીમ ફાઇનલ માટે ક્વાલિફાઇ થઈ શકી નહતી.
2/4

સરફરાજે કહ્યું હતું કે, હું છેલ્લા 6 દિવસથી ઊંઘ કરી શક્યો નથી તો આ વાત કોઇ માનશે નહીં. પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ બાંગ્લાદેશના દબાવમાં હતી. જેથી કે કોઇ મોટો સ્કોર ચેઝ કરી શકી ન હતી. અને હારનો સામનો કરવો પડ્યો હતો.
Published at : 30 Sep 2018 12:42 PM (IST)
View More





















