શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ છતાં આ પાકિસ્તાની ક્રિકેટર પોતાના લગ્નમાં ભારતીય ક્રિકેટરોને બોલાવશે, જાણો વિગતે
હસન અલી આગામી 20 સપ્ટેમ્બરે ભારતીય મૂળની છોકરી શામિયા આરજૂ સાથે દુબઇમાં લગ્ન કરવાનો છે. ત્યાં ગ્રાન્ડ મેરેજ પાર્ટી યોજવાનો છે
કરાચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવની પરિસ્થિતિ છે, ત્યારે પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ મોટુ નિવેદન આપ્યુ છે, હસન અલીએ કહ્યું કે આગામી સપ્ટેમ્બરમાં મારા લગ્ન છે, હું ભારતીય ક્રિકેટરોને મારા લગ્નમાં આમંત્રણ મોકલીશ, તેઓ આવશે તો હું ખુશ થઇશ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની ફાસ્ટ બૉલર હસન અલી આગામી 20 સપ્ટેમ્બરે ભારતીય મૂળની છોકરી શામિયા આરજૂ સાથે દુબઇમાં લગ્ન કરવાનો છે. ત્યાં ગ્રાન્ડ મેરેજ પાર્ટી યોજવાનો છે, જેમાં તેને ભારતીય ક્રિકેટરોને પણ આમંત્રણ આપીને બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
હરિયાણા ખાતે આવેલ નૂંહના ચંદેની યુવતી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી સાથે 20 ઓગસ્ટે લગ્ન કરશે.
હસન અને શામિયાના નિકાહની તૈયારી હાલ ધૂમધામથી ચાલી રહી છે. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયા દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે.
શામિયાના પિતા ભૂતપૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ આ માહિતી આપતાં જણાવ્યું કે , પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે. શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી બી. ટેક. (એરોનોટિકલ)ની ડિગ્રી લીધી છે અને લાંબા સમયથી એર અમિરાતમાં નોકરી કરે છે.
લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને મારા દાદા સગા ભાઈ હતા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion