સેમિ ફાઇનલમાં હાર બાદ કયા પાકિસ્તાનીની ભારતીય પત્નીને પડી ગંદી ગંદી ગાળો, જાણો વિગતે
પાકિસ્તાનની હાર થતાં ક્રિકેટ ફેન્સે સોશ્યલ મીડિયા પર હસન અલીને ખુલ્લી ગાળા ગાળી કરી હતી, એટલુ જ નહીં તેની ભારતીય મૂળની પત્નીને પણ અપશબ્દો કહ્યાં હતા.
નવી દિલ્હીઃ પાકિસ્તાનને ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે, ટૂર્નામેન્ટમાં સતત અજેય રહીને સેમિ ફાઇનલ સુધી પહોંચેલી પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધો. હાર થતાં જ સૌથી વધુ પાકિસ્તાનીઓ ગુસ્સે થયા અને કેપ્ટનથી લઇને કૉચ અને અન્ય ખેલાડીઓને ગાળાગાળી કરવા લાગ્યા હતા. કેટલાક પાકિસ્તાની સોશ્યલ મીડિયા યુઝર્સે મીમ્સ બનાવીને મજાક ઉડાવવાનું પણ શરુ કરી દીધુ હતુ.
પાકિસ્તાનની હાર થતાં ક્રિકેટ ફેન્સે સોશ્યલ મીડિયા પર હસન અલીને ખુલ્લી ગાળા ગાળી કરી હતી, એટલુ જ નહીં તેની ભારતીય મૂળની પત્નીને પણ અપશબ્દો કહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે હસન અલીએ આ મેચની 19માં ઓવરમાં મેથ્યૂ વેડનો કેચ છોડ્યો અને ત્યારપછી વેડે બેક ટુ બેક 3 સિક્સ ફટકારીને બાજી પલટી નાખી હતી. ત્યારપછી પાકિસ્તાનમાં હસન અલી અને તેની ભારતીય પત્નીને લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા. પાકિસ્તાની ફેન્સને આશા હતી કે હસન આ કેચ પકડી મેચ જિતાડશે. પરંતુ તેની કેચ ડ્રોપ કરવાની આ ભૂલ પાકિસ્તાનને ઘણી મોંઘી પડી અને મેચ હારી ગયા હતા.
ખાસ વાત છે કે, પાકિસ્તાની ક્રિકેટર હસન અલીની પત્ની ભારતની રહેવાસી છે. ટ્રોલર્સે હસન અલી અને તેની ભારતીય પત્ની સામિયાને મનફાવે તેમ ગંદી-ગંદી ગાળો સોશિયલ મીડિયામાં બોલી રહ્યા છે. હસને પાકિસ્તાનમાં લોકો હસન અલીને ગદ્દાર પણ કહી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે હસન આવે એટલે ગોળી મારી દો. કેટલાક યૂઝર્સે કહ્યું- હસન અલીને ગોળી મારી દો, શિયા મુસ્લિમ છે એટલે કેચ છોડ્યો; ભારતીય પત્નીને ગંદી ગાળો બોલ્યા.
હસનની પત્ની સામિયા ભારતમાં હરિયાણાના નૂંહ જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. તે અમીરાત એરલાઈન્સમાં એક ફ્લાઈટ એન્જિનિયર છે. તેનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ફરીદાબાદમાં રહે છે.