આ સિવાય ક્રિકેટર કિરણ મોરે, અંશુમાન ગાયકવાડ, નયન મોંગિયા, સચિન તેંડુલકર, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાજર રહ્યાં હતા.
3/7
કૃણાલ પંડ્યા અને પંખુરીના લગ્ન મુંબઇની JW મેરિયટ હોટલમાં યોજાયા હતા, જેમાં જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમાં અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે આવ્યા હતા.
4/7
ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની પંખુડીનો પરિવાર મુંબઈમાં રહે છે. પંખુડીના પિતા રાકેશ શર્મા બિઝનેસમેન છે. માતા અનુપમા શર્મા ગોવામાં ઇન્ટીરિયર ડિઝાઇનર છે. પંખુડીની મોટી બહેનનું નામ તાન્યા છે. પંખુડી શર્મા પરિવારમાં સૌથી નાની છે.
5/7
મુંબઈની પંખુડી શર્મા ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલી છે, તેની ક્રિકેટર કૃણાલ પંડ્યા સાથે મુલાકાત આશરે 2 વર્ષ પહેલા એક પાર્ટીમાં થઈ હતી. પંખુડી અને કૃણાલ તેના એક ફ્રેન્ડની કોમન ફ્રેન્ડ છે, તેને જ બન્નેની મુલાકાત કરાવી હતી.
6/7
કૃણાલ અને પંખુડી શર્મા ઘણાં સમયથી એક બીજા સાથે ડેટ કરી રહ્યા હતા તે બાદ તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કૃણાલ પંડ્યા હાર્દિક પંડ્યાનો ભાઈ છે. પંખુડીનું હાર્દિક પંડ્યા સાથે પણ સારું બને છે. પંખુડીની સુંદરતાને કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર વધુ પસંદ કરે છે.
7/7
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા પત્ની પંખુડી સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો હતો. આ બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. કૃણાલ પંડ્યાનો ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, તેને ડેબ્યુ કરવાની તક મળી નહતી. કૃણાલ પંડ્યાએ પંખુડી સાથે 27 ડિસેમ્બર 2017માં લગ્નગ્રંથીથી જોડાયા હતા.