(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં રમિતા જિંદાલે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં ફાઈનલમાં કર્યો પ્રવેશ
Paris Olympics 2024: ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે.
Paris Olympics 2024: ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે. 20 વર્ષની રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.5ના સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે તમામ છ શ્રેણીમાં 100 પ્લસનો સ્કોર કર્યો. આ જ ઈવેન્ટમાં, ભારતની ઈલાવેનિલ 630.7ના સ્કોર સાથે 10મા સ્થાને રહી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.
Meet the second shooter from India to Qualify for the #Paris2024 Finals
— The Khel India (@TheKhelIndia) July 28, 2024
Ramita Jindal 🇮🇳❤️🥹 pic.twitter.com/giyz2GsYBm
રમિતા જિંદાલના પરિવારે હવન કરાવ્યું
સમર ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. શનિવારે પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી, બેડમિન્ટન, ટેનિસ, બોક્સિંગ, ટેબલ ટેનિસ અને સેઇલિંગમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. જ્યારે આજે એટલે કે રવિવારે રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં પરફોર્મ કરતી જોવા મળી. રમિતા કુરુક્ષેત્રની રહેવાસી છે. તેના પરિવારને આશા છે કે તે ચોક્કસપણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે. આ માટે તેમના પરિવારજનોએ શનિવારે હવન પણ કરાવ્યો હતો.
હવન દરમિયાન રમિતાના પરિવારે રમિતાના વિજયની કામના કરી હતી. પરિવારને આશા છે કે તેમની દીકરી શૂટિંગ ચેમ્પિયનશિપ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવશે. રમિતા જિંદાલના પિતા અરવિંદ જિંદાલે કહ્યું કે તેમની દીકરીનું નિશાન હંમેશા પોતાના લક્ષ્ય પર રહ્યું છે.