Pele Demise: મહાન ફૂટબોલર પેલેનું નિધન, 82 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
મહાન ફૂટબોલર પેલેનું નિધન થયું છે. તેના પરિવારે સમાચાર એજન્સી એએફપીને માહિતી આપી છે
Pele Dies: મહાન ફૂટબોલર પેલેનું નિધન થયું છે. તેના પરિવારે સમાચાર એજન્સી એએફપીને માહિતી આપી છે. પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. 1958, 1962 અને 1970માં રમતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી FIFA વર્લ્ડકપ જીતીને ત્રણ વખત વર્લ્ડકપ જીતનાર એડસન એરાંતેસ ડો નૈસિમેન્ટો (પેલે) એકમાત્ર ખેલાડી છે.
A inspiração e o amor marcaram a jornada de Rei Pelé, que faleceu no dia de hoje.
— Pelé (@Pele) December 29, 2022
Amor, amor e amor, para sempre.
.
Inspiration and love marked the journey of King Pelé, who peacefully passed away today.
Love, love and love, forever. pic.twitter.com/CP9syIdL3i
પેલેની પુત્રી કેલી ક્રિસ્ટિના નૈસિમેન્ટોએ તેના પિતાના મૃત્યુ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પેલેના પરિવારના લોકો તેમને અંતિમ વિદાય આપતા જોવા મળે છે. આ તસવીરમાં પેલે હોસ્પિટલના પલંગ પર છે. કેલીએ તસવીર સાથે લખ્યું હતું કે, અમે તમને હંમેશા પ્રેમ કરીશું. તમે અત્યાર સુધી અમારા માટે જે કંઈ કર્યું છે તેના માટે આભારી.
The king of football has left us but his legacy will never be forgotten.
— Kylian Mbappé (@KMbappe) December 29, 2022
RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud
પેલેને શ્વસન ચેપ અને કીમોથેરાપીની સારવાર માટે ગયા મહિને 29 નવેમ્બરે સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં તેમને કરોડરજ્જુ, હિપ, ઘૂંટણ અને કિડની સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના મૃત્યુ બાદ પરિવારે પેલેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કર્યું છે.
પેલેનું મૃત્યુ ફૂટબોલ પ્રેમીઓ માટે આઘાત સમાન છે. સોશિયલ મીડિયા પર તમામ ચાહકો ફૂટબોલ હીરોને અંતિમ વિદાય આપી રહ્યા છે. FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં તાજેતરમાં મળેલી હાર છતાં મેચને યાદગાર બનાવનાર ફ્રેન્ચ ફૂટબોલર Kylian Mbappéએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃત્યુના સમાચાર મળતાં જ મેસ્સીએ પણ પેલેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેણે લખ્યું, "ફૂટબોલના રાજા ભલે આપણને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમના વારસાને ક્યારેય ભૂલી શકાય નહીં."
તેમનો જન્મ ભ્રષ્ટાચાર, લશ્કરી બળવા, સેન્સરશીપ અને દમનકારી સરકારોથી ઘેરાયેલા દેશમાં થયો હતો. તે સમયે સત્તર વર્ષના પેલેએ 1958માં પોતાના પ્રથમ વિશ્વકપમાં બ્રાઝિલની છબી બદલી નાખી હતી.