Broken Mobile: અબજો રૂપિયા કમાનારો આ સ્ટાર ખેલાડી વાપરે છે પોતાનો તૂટેલો આઇફોન, તસવીર વાયરલ થતાં શું આપ્યો જવાબ, જાણો
સોશ્યલ મીડિયા પર હાલમાં સ્ટાર બૉલર સાદિયો માને, જે વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી લે છે, પરંતુ તેના હાથમાં તૂટેલો ફોન જોવા મળી રહ્યો છે.
Sadio Mane’s broken Mobile: આજકાલ પૈસાની બોલબાલા છે, અને પૈસાના જોરે બધુ જ ખરીદી શકાય છે, અને એશ-આરામની જિંદગી જીવી શકાય છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી તસવીરો સામે આવી જે ચર્ચાનો વિષય બની છે. ખરેખરમાં, વેસ્ટ આફ્રિકન દેશ સેનેગલના સ્ટાર ફૂટબૉલર સાદિયો માને એક તુટેલા-ફૂટેલા ફોન સાથે દેખાઇ રહ્યો છે. સાદિયો માનેની આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તે કરોડોની કમાણી કરવા છતાં આવો ફોન કેમ લઇને ફરે છે, તેના પાછળનુ કારણ પણ સામે આવ્યુ છે. આ તસવીરને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં હતા, જોકે, કહાણી કંઇક અલગ છે.
સોશ્યલ મીડિયા પર હાલમાં સ્ટાર બૉલર સાદિયો માને, જે વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી લે છે, પરંતુ તેના હાથમાં તૂટેલો ફોન જોવા મળી રહ્યો છે. 30 વર્ષના સાદિયો માનેની આ જે તસવીર વાયરલ થઇ છે જે હકીકતથી ઘણી અલગ છે. તેના હાથમાં જે ફોન છે તે આઇફોન 11 છે, જેની ડિસ્પ્લે સ્ક્રીન તુટી ગયેલી છે, આ તસવીર 2019 છે, તે સમયે સાદિયો માનેની કમાણી કરોડોમાં હતી, એટલુ જ નહીં તે હાલમાં અબજો રૂપિયામાં પહોંચી ગઇ છે.
સાદિયો માન 2020માં ઈંગ્લિશ પ્રિમિયર લિગમાં લિવરપુલ તરફથી રમતો હતો. માનેને આ વર્ષે જર્મનીની ક્લબ બાયરન મ્યુનિકે 40 મિલિયન યુરો એટલે કે 330 કરોડ રુપિયામાં ત્રણ વર્ષ માટે કરારબધ્ધ કર્યો છે.
Evening Reds 👋 #LEILIV pic.twitter.com/s2i0gpt0zJ
— Liverpool FC (@LFC) December 26, 2019
સાદિયોએ તૂટેલો ફોન રાખવા પાછળ આપ્યુ દિલ જીતી લેનારુ કારણ -
આ જોઇને ફેન્સ હેરાન થઈ રહ્યા છે કે, કરોડો રૂપિયા કમાનાર ફૂટબોલર આવો ફોન લઈને કેમ ફરે છે... આ સવાલ માનેને પણ પૂછવામાં આવ્યો હતો અને ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, હુ ફોન રિપેર કરાવી લઈશ... હું આવા હજાર મોબાઈલ ખરીદી શકું છું. મને ફરારી, જેટ પ્લેન અને મોંઘી ઘડિયાળોની જરૂર નથી. મને આ બધુ શેના માટે જોઈએ... મેં ગરીબી જોઈએ છે અને તેના કારણે તો હું સ્કૂલે પણ નહોતો જઈ શક્યો. એટલે જ મેં મારા દેશમાં સ્કૂલો બનાવી છે. જેથી બાળકો ભણી શકે. બાળકો રમી શકે તે માટે ફૂટબોલ સ્ટેડિયમ બનાવ્યા છે.
માનેએ કહ્યુ હતુ કે, મારી પાસે રમવા માટે સારા શૂઝ કે કપડા પણ નહોતા.આજે મારી પાસે બધુ છે પણ તેનો દેખાડો કરવાનો કોઈ મતબલ નથી.. હું મારી પાસે જે પણ છે તે લોકોની સાથે વહેંચવા માંગુ છું.