બીસીસીઆઇના ચીફ ક્યૂરેટર દલજીત સિંહને અહીં પીચ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, અને તેમને યુપીસીએના ક્યૂરેટર રવિન્દ્ર ચૌહાણ, શિવકુમાર અને સુરેન્દ્રની સાથે મળીને અહીં પીચ બનાવી છે.
2/5
લખનઉમાં 24 વર્ષ લાંબા અંતરાલ બાદ નવા બનાવેલા એકાના સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. પીચ ક્યૂરેટરનુ માનવું છે કે આ મેચમાં બેટિંગ કરનારી ટીમ જો 130 રન બનાવી લેશે તો તે વિનિંગ સ્કૉર બની શકે છે. એટલું તો નક્કી છે આ મેચ હાઇ સ્કૉરિંગ નહીં હોય. પીચ પર ઘાસની સાથે સાથે વચ્ચે ક્યાંક તિરાડો પણ છે. આ એક લૉ સ્કૉરિંગ મેચ હશે અને શરૂઆતથી જ અહીં સ્પીનર્સનો મોટો રૉલ હશે.
3/5
4/5
ક્યૂરેટરે કહ્યું કે આ પીચ માટીથી બનાવેલી છે અને તેને ઓડિશાના બોલનગીરથી લાવવામાં આવી હતી અને આ તેના સ્લૉ નેચર માટે ફેમસ છે. અહીં બન્ને ટીમોના બેટ્સમેનોને સ્કૉર કરવા માટે પરેશાની પડશે, સાથે સાથે લૉંગ સ્ક્વેર બાઉન્ડ્રી પર મોટા શોર્ટ્સ રમવામાં તકલીફો પડશે.
5/5
લખનઉઃ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ આજે ભારત બીજી ટી20 મેચ રમવા લખનઉના મેદાનમાં ઉતરશે, સામાન્ય રીતે એવું મનાય છે કે, મોટાભાગની ટી20 મેચોમાં બેટ્સમેનની બોલબાલા વધુ હોય છે, પણ આ વખતે મામલો થોડો અલગ છે. પીચ ક્યૂરેટરનુ માનવું છે કે આ એક લૉ સ્કૉરિંગ મેચ હશે.