રોનાલ્ડોની આ હરક્તથી રિસોર્ટનો સ્ટાફ ઘણો જ ખુશ છે અને તેમને કહ્યું હતું કે, અમે તેમનું સન્માન કરીએ છે. દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાં એક રોનાલ્ડોને હાલમાં જ રિયલ મૈડ્રિડને છોડી ઈટલી ક્લબ યુવેન્ટસ સાથે કરાર કર્યો છે. જેના માટે યુવેન્ટસે તેને 11.2 કરોડ યૂરો આપ્યા છે.
2/5
રોનાલ્ડો વર્લ્ડ કપ પછી કોસ્ટા નવરેનો રિસોર્ટમાં 10 દિવસનો સમય પસાર કર્યો હતો. જેમાં તે રિસોર્ટની સર્વિસથી એટલો ખુશ થઈ ગયો કે તેણે કર્મચારીને 15 લાખ રૂપિયાની ટિપ આપી દીધા હતા.
3/5
હાલમાં જ પૂર્ણ થયેલ ફીફા વર્લ્ડ કપ પછી પોર્ટુગલની ટીમના કેપ્ટન રોનાલ્ડો પોતાના પરિવાર સાથે ટ્રિપ પર છે. ફીફા વર્લ્ડ કપની પ્રી-ર્ક્વાટર ફાઈનલમાં જ પોર્ટુગલ હારીને બહાર થઈ ગયું હતું.
4/5
ગ્રીસની એક રિસોર્ટમાં રોનાલ્ડો પોતાના પરિવાર સાથે મજા માણી રહ્યો છે ત્યારે તેને હોટલમાં 17,850 યૂરો (આશરે રૂ. 15 લાખ ) એક કર્મચારીને ટિપ તરીકે આપ્યા હતા. જે પછી હોટલના 10 કર્મચારીઓમાં તે સમપ્રમાણમાં વહેંચવામાં આવ્યા હતા. રોનાલ્ડોની આ ટિપની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે.
5/5
ગ્રીસ: મોટેભાગે ખેલાડી પોતાની રમત માટે જાણીતા હોય છે. પરંતુ કેટલીક વખત ખેલાડી પોતાની અલગ ઓળખ ઉભી કરીને જાણીતા બને છે. પરંતુ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની તમામ હરક્તો માટે ફેમસ છે. લોકો સારી સારી વાતો કરે પરંતુ કોઈ તેવું કામ નથી કરી શકતું પરંતુ રોનાલ્ડોએ એક જોરદાર કામ કર્યું છે જે સાંભળીને તમે પણ વખાણ કરશો.