જાણકારી મુજબ, યૂપી પોલીસની ટીમ અમરોહામાં મોહમ્મદ શમીના ઘરે પહોંચી, ત્યાં તેની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધારે પોલીસે પરિવારજનોની પુછપરછ કરી હતી. આ પહેલા કોલકતા પોલીસે બીસીસીઆઈને પત્ર લખીને ભારતીય ક્રિકેટ ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસની વિગતો માંગી હતી.
2/3
નવી દિલ્લી: ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. હસીન જહાં દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવ્યા બાદ યૂપી પોલીસ તપાસ માટે અમરોહા સ્થિત શમીના ઘરે પહોંચી હતી. યૂપી પોલીસની એક ટીમે તેના ઘરના લોકોની પુછપરછ કરી હતી.